Home » Canada » અણુમથકોમાં રિપેરીંગને પગલે ઓન્ટેરિયોમાં વીજળીની સમસ્યાના એંધાણ

News timeline

Bollywood
6 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
8 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
10 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
12 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
14 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
15 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
15 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
16 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
16 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
16 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
16 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

અણુમથકોમાં રિપેરીંગને પગલે ઓન્ટેરિયોમાં વીજળીની સમસ્યાના એંધાણ

  • નવા પ્રોજેકટ પડતા મુકી દેવાતા ૨૦૨૩ સુધીમાં સમસ્યા વિકટ બનશે

ઓન્ટેરિયો : આગામી દિવસોમાં ઓન્ટેરિયોને વીજળીની ખેંચનો સામનો કરવો પડશે. કારણ કે, મોટા અણુમથકોના સમારકામ માટે અપાયેલા શટડાઉનને કારણે વીજળીનું ઉત્પાદન ઘટવાનો ડર છે. કેનેડાની રાજ્ય-સરકારોએ ફરીથી મેળવી શકાય એવી ઉર્જાના આયોજન એકાએક પડતા મૂકયા છે એ પણ વીજળીની ખેંચ પડવાનું એક કારણ છે. હાલમાં ઇંડિપેંઇડેન્ટ ઇલેક્ટ્રિસિટી સિસ્ટમ ઓપરેટર (આઈ.ઈ.એસ.ઓ.) તરફથી આગાહી કરવામાં આવી છે તે મુજબ ક્રાઉન કોર્પોરેશન રાજ્યોની ઇલેક્ટ્રિક ગ્રીડનું સંચાલન કરે છે. તેના કાર્યક્રમમાં જો કોઈ પરિવર્તન ન થાય તો ઓન્ટેરિયોમાં ૨૦૨૩ સુધીમાં ભર ઉનાળે વીજળીની તંગીનો સામનો નાગરિકોએ કરવો પડશે.

આ અહેવાલમાં એક એવી આગાહી પણ કરવામાં આવી છે કે વર્ષ ૨૦૨૫ થી ૨૦૨૮માં ભાર શિયાળે વીજળીની તંગીનો સામનો કરવો પડશે. આ રાજ્યોએ ૧૪૦૦ મેગાવોટ વીજળીની તંગી ભોગવવી પડશે. તેનો અર્થ એ થયો કે, ઓન્ટેરિયોનો એક ન્યુક્લિયર પાવરપ્લાન્ટ પાવરનું ઉત્પાદન કરતો બંધ થઇ ગયો છે. આ પાવરપ્લાન્ટ રાજ્યના ૧.૫ મિલિયન લોકોની જરૃરિયાત પુરી કરે છે. આઈ.ઈ.એસ.ઓ. નો અહેવાલ કહે છે કે ૨૦૨૨ થી ૨૦૨૪ સુધી અણુવીજળી મથકો જરૃરી સમારકામ માટે બંધ કરવામાં આવશે અને તેથી વીજળીની ખેંચમાં વધારો થશે.

વળી આ અણુવીજળી મથકોની લાઈફ સાઇકલ પણ પુરી થઇ ગઈ છે. આ અણુવીજળી મથકોને નવેસરથી તૈયાર કરવામાં આવે કે નવા બાંધવામા આવે તે બંને વચ્ચેનો સમય એક સરખો જ રહે છે. પરંતુ પ્રીમિયર ડગ ફોર્ડે ૭૫૮ રીન્યુઅલ એનર્જી પ્રોજેક્ટ પડતા મુકવાની જાહેરાત કરી છે અને ઓન્ટેરિયોમાં વીજળીની મોટી ખાધ સર્જનારું આ એક મોટું પગલું છે.