Home » Canada » પુરુષો અને સ્ત્રીઓ માટે સમાન વેતન ધારાની લિબરલ્સ સરકારની જાહેરાત

News timeline

Ahmedabad
2 hours ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
5 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
16 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
16 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
19 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
19 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
19 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
20 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
21 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
21 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
22 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
23 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

પુરુષો અને સ્ત્રીઓ માટે સમાન વેતન ધારાની લિબરલ્સ સરકારની જાહેરાત

  • ખાનગી અને કેન્દ્રીય જાહેર સેવા તથા મંત્રાલયોને સુચના અપાશે : કાયદાના અમલ માટે મંત્રાલયોને ત્રણ વર્ષનો સમય અપાયો

ઓન્ટેરિયો : લિબરલ્સની સરકારે સમાન કામ માટે સમાન વેતન આપવાની જોગવાઈ કરતા કાયદાની જાહેરાત કરી છે. આ કાયદો અમલમાં આવતા સમાન કામ કરતા સ્ત્રીઓ અને પુરુષોને સમાન વેતન મળશે. એક પત્રકાર યાદીમાં એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશ્યલ ડેવલોપમેન્ટ કેનેડાએ જણાવ્યું હતું કે, આ કાયદા મુજબ કેન્દ્રીય કર્મચારીઓના કામ અને સ્થળ પર નિયંત્રણ રાખવું પડશે. તેઓને આપવામાં આવતા વળતરની સમીક્ષા કરી સ્ત્રીઓ અને પુરુષોને સમાન વેતન મળે તેની ચોકસાઇ રાખવામાં આવશે. કેન્દ્રીય ખાનગી ક્ષેત્ર, કેન્દ્રીય જાહેર સેવા, સંસદીય કાર્યક્ષેત્ર તથા મંત્રાલયોએ સમાન કામ, સમાન વેતન કાયદાનું પાલન કરવું પડશે.

આ કાયદાના અમલ માટે મંત્રાલયોને ત્રણ વર્ષનો સમય આપવામાં આવ્યો છે. નવા કાયદાની જાહેરાત એમ્પ્લોયમેન્ટ પ્રધાન પેટા હાજુ, સ્ટેટસ ઓફ વુમન પ્રધાન મરિયમ  મોન્સેફ અને ટ્રેઝરી બોર્ડના પ્રેસિડેન્ટ સ્કોટ બ્રિસને સોમવારે સરકારે પ્રોએક્ટિવ પે ઇક્વિટીઃ વોટ વી હર્ડ નામનો અહેવાલ રજૂ કર્યાને ચાર દિવસ બાદ કરી હતી. આ અહેવાલમાં એમ્પ્લોયર, વર્કર્સ, ભલામણ કરનાર જૂથો તથા અન્ય સંબંધીતોની ભલામણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાજુએ જણાવ્યું હતું કે, આ કાયદો માત્ર યોગ્ય છે એટલું જ નહીં, પણ જો નીચલી કક્ષાએ સમાન તક આપવાની વ્યવસ્થા કરવામાં આવે તો આવા કાયદાની જરૃર નહીં પડે. બ્રીસને કહ્યું હતું કે, આ કાયદો ઐતિહાસિક છે. કેનેડાની સરકાર સમાન વેતન સમાન કામ કાયદો લાવી છે એ યોગ્ય પગલું છે.