Home » Canada » વ્યાજ દરમાં વધારાથી પરિવાર દીઠ વાર્ષિક ૨,૫૦૦ ડોલરનો બોજ પડશે

News timeline

Ahmedabad
1 hour ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
16 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
16 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
19 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
19 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
19 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
20 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
21 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
21 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

વ્યાજ દરમાં વધારાથી પરિવાર દીઠ વાર્ષિક ૨,૫૦૦ ડોલરનો બોજ પડશે

  • ૨૦૧૭ બાદ ધિરાણ દરોમાં પાંચમી વાર વધારો કરાયો

ટોરન્ટો : બેન્ક ઓફ કેનેડાએ છેલ્લાં ૧૫ મહિનામાં વ્યાજના દરો વધાર્યાં છે. તેથી દરેક કેનેડીયન પરિવાર પર વાર્ષિક ૨,૫૦૦ ડોલરનો બોજ વધશે. એનવાયરોનિક્સ એનાલિટિક્સના સંશોધકે બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, ૧૦ વર્ષથી કેનેડીયન પરિવારો વધતા વ્યાજ દરનો માર સહન કરતાં આવ્યાં હતાં. તેનો કયારેય વિરોધ કર્યો નહતો. પણ વ્યાજ દરનો છેલ્લો વધારો અસહ્ય બની ગયો છે. બેન્ક ઓફ કેનેડાએ વર્ષ ૨૦૧૭ બાદ છેલ્લાં સપ્તાહમાં ૧.૭૫ % ટકાના વધારા સાથે ધિરાણ દરોમાં પાંચમી વાર વધારો કર્યો છે. અન્ય મોટા ધિરાણ કરનારાઓએ પણ બેન્ક ઓફ કેનેડાને અનુસરતા ધિરાણ દરો વધાર્યા છે.

એનવાયરોનિક્સના એક અંદાજ મુજબ વ્યાજના દર વધારાની તાત્કાલિક અસર રૃપે પ્રત્યેક કેનેડીયન પરિવારના ઘર ખર્ચમાં ૧,૭૧૫ ડોલરનો વાર્ષિક વધારો થયો છે. કેનેડામાં ગીરો મૂકીને આવક મેળવવાનું ચલણ લોકપ્રિય છે. હવે પાંચ વર્ષ માટે ગીરો મૂકેલી મિલક્ત પર વ્યાજ દર વધવાને કારણે મિલ્કત ગીરો મુકનારે દર વર્ષે ૨૫૧૬ ડોલર વધારે ચૂકવવા પડશે. યુવાનો, મધ્યમ વર્ગને આ વધારાની સૌથી વધારે અસર થશે.

કેનેડામાં એક દાયકાથી વ્યાજના દર ઘટતાં જતાં હતા. તેથી કેનેડિયનોનો ડેબ્ટ સર્વિસ રેશિયો ઘટીને ૬%  થઇ ગયો હતો. જે ગયા વર્ષથી સુધરવા લાગ્યો છે અને ૬.૪% થયો છે. એનવાયરોનિક્સના અંદાજ મુજબ આ આંકડો ચાલુ વર્ષના અંત સુધીમાં ૭.૨% થશે. જે વર્ષ ૨૦૦૯ બાદ સૌથી ઉંચી સપાટી પર છે.