Home » Canada » સીઆરએ ફોન કૌભાંડ મામલે ભારતીય કોલ સેન્ટરો પર દરોડા : ૨૮ની ધરપકડ

News timeline

Ahmedabad
1 hour ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
16 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
16 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
19 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
19 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
19 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
20 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
21 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
21 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

સીઆરએ ફોન કૌભાંડ મામલે ભારતીય કોલ સેન્ટરો પર દરોડા : ૨૮ની ધરપકડ

  • ફોનકોલ્સની છેતરપિંડીમાં ઉપયોગી સાધનો કબજે લેવાયા
  • આરોપીઓ સામે ટૂંક સમયમાં ચાર્જશીટ મુકાશે

ઓન્ટેરિયો : છેલ્લા બે સપ્તાહથી શકમંદ, ગેરકાયદેસર કોલ સેન્ટરો પર ભારતની પોલીસ દરોડાઓ પાડી રહી છે અને એ ગેરકાનૂની પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ફોનકોલ્સની છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાયેલા સાધનો જપ્ત કરી રહી છે. આ કૌભાંડીઓનો હેતુ વિદેશી લોકો સાથે છેતરપિંડી કરવાનો હતો. આવો ભોગ બનનારાઓમાં સી.આર.એ. ફોન કૌભાંડના ભોગ બનનારા સહિત સેંકડો અનેક કેનેડીયનો પણ સમાવેશ થાય છે. આ કૌભાંડમાં લાખો ડોલરની રકમ સંડોવાયેલી છે. નોયડા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારી અજય શર્માએ જણાવ્યું હતું કે, આ તો હજુ શરૃઆત છે અને હજુ શહેરમાં ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરોને ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે. એ માટે અમે વધુ દરોડા પાડવાની યોજના પર આગળ વધી રહ્યા છીએ. એક જ સપાટામાં અમે ૨૮ લોકોની ધરપકડ કરી છે. જેમાં બે મુખ્ય સુત્રધારોનો સમાવેશ થાય છે.

ધરપકડ કરવામાં આવેલા મોટા ભાગના આરોપીની ઉંમર ૨૦ વર્ષથી ઓછી છે. એ આરોપીઓને જેલમાં ધકેલી દેવાયા છે. અને ટૂંક સમયમાં તેમના પર છેતરપિંડી કરવાનું આરોપનામું મુકવામાં આવશે. આ અગાઉ કેનેડાની પોલીસે નોયડાની મુલાકાત લીધી હતી જે ભારતની રાજધાની નવી દિલ્હીનો એક વિસ્તાર છે ત્યાં દરોડા પાડતા આ કૌભાંડ બહાર આવ્યું હતું. કેનેડાની પોલીસની ભારતની આ મુલાકાત સી.બી.સી. માર્કેટ પ્લેસના ઇન્વેસ્ટિગેશનના આધારે યોજાઈ હતી. આ તપાસમાં ટેલિફોન કૌભાંડ કઈ રીતે ચાલતું હતું તેનો ખુલાસો કરાયો હતો. જેમાં ભારત ખાતેનો એક આર.સી.એમ.પી. અધિકારી આ કૌભાંડનું સંચાલન કરતો હતો. ભારતીય અધિકારીઓની મદદ મેળવવા માટે એફ.બી.આઈ. ની મદદ લેવામાં આવી હતી. કેટલાક સંદેશાઓ ભારત મોકલવામાં આવ્યા હતા તેવું પણ આ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.

૬૦૦ કેનેડિયનો ભોગ બન્યા, હવે અધિકારીઓને સાણસામાં લેવાશે

અમેરિકાની અપરાધ વિરોધી શાખાના ઇન્સ્પેક્ટર પીટર પાઈને જણાવ્યું હતું કે, અમે આ ટેલિફોન કૌભાંડ પકડી પાડવા માટે સંયુક્ત અભિયાન ચલાવી રહ્યા છીએ. એક દરોડાની તપાસમાં ૬૦૦થી વધુ કેનેડિયન નાગરિકો ભોગ બન્યો હોવાનું બહાર આવ્યું હતું. આ દરોડામાંથી મળેલી માહિતીને આધારે હવે કેનેડા ખાતેના આર.સી.એમ.પી. અધિકારીઓને સપાટામાં લેવામાં આવશે અને આ કેનેડિયન પીડિતો પાસેથી કેટલી રકમ પડાવવામાં આવી છે તેની તપાસ કરવામાં આવશે.