Home » Canada » કેનેડામાં શિયાળામાં પૂર્વમાં ભારે બરફવર્ષા થવાની એક્યૂવેધરની આગાહી

News timeline

Bollywood
6 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
8 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
10 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
12 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
14 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
15 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
15 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
15 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
15 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
15 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
15 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
15 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

કેનેડામાં શિયાળામાં પૂર્વમાં ભારે બરફવર્ષા થવાની એક્યૂવેધરની આગાહી

  • પશ્ચિમના વિસ્તારોમાં એથી વિપરિત વધુ બરફ નહિ પડે
  • નોવા સ્કોટિયાથી ન્યુ ફોન્ડલેન્ડ સુધી મોટા તોફાનની શક્યતા

ઓટ્ટાવા : એકયુ વેધરની આગાહી મુજબ કેનેડાના શિયાળામાં પૂર્વ વિસ્તારમાં ભારે બરફ પડવાની આગાહી કરવામાં આવી છે. તેના કારણે એટલાન્ટિક કેનેડાના સ્કીયર્સ ખુશીનો અનુભવ કરી શકે છે. મોટાભાગના પૂર્વ વિસ્તારમાં ભારે બરફની સાથે તોફાનોની પણ આગાહી કરવામાં આવી છે. જો કે, એથી વિપરીત પશ્ચિમ કેનેડીયનો માટે આ મોસમ ઘણી ટૂંકી નીવડવાની શકયતા છે. પહાડો અને ઢોળાવ પર ટૂંક સમય માટે બરફની ચાદર જોવા મળશે. પરંતુ આ વર્ષની શિયાળાની મોસમ ટૂંકી હોવાથી પશ્ચિમ કેનેડાના લોકો માટે બહુ ખુશીના દિવસો નહિ હોય. એકયુ વેધરની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ શિયાળાના ઠંડા પવનો પૂર્વ તરફ એટલાન્ટિક કેનેડા પર વહેતા થશે. તેના કારણે નોવા સ્કોટિયાથી લઇ ન્યુ ફોન્ડલેન્ડમાં આ મોસમ દરમિયાન મોટા પ્રમાણમાં તોફાનોની શકયતા છે. એમ એકયુ વેંઢારના સિનિયર મિટીરીયોલોજિસ્ટ બ્રેટ એન્ડરસને જણાવ્યું હતું. ન્યુ બર્ન્સ વીક, નોવા સ્કોસિયા, ન્યુ ફાઉન્ડ લેન્ડ, ઈ.ઈ.આઈ. અને કયૂબેકની દક્ષિણ પૂર્વમાં ભારેથી સામાન્ય બરફ વર્ષ થવાની આગાહી કરવામાં આવે છે.

જયારે ઓટ્ટાવા અને ટોરોન્ટોમાં મોસમના પાછલા ભાગમાં સખત ઠંડી પડવાની શકયતા છે. આર્કટિક પરથી જે સખત ઠંડા પવનો ફૂંકાશે તે ઉત્તર-પૂર્વ કેનેડા પર કેન્દ્રિત થશે અને શિયાળામાં મોડે-મોડે આ પવનો પૂર્વ ઓન્ટોરિયો અને કયૂબેક તરફ આગળ વધશે. જયારે દેશના પ્રેઇરી માલિકો આલ્બર્ટા એન્ડ સાસ્કેચવાન ખાતે સામાન્ય શિયાળાની અપેક્ષા રાખી શકે છે. એથી વિરુદ્ધ શિયાળાના ઉત્તરાર્ધમાં મેનિટોબા ખાતે હાડ થીજાવી દેતી ઠંડી પાડવાની આગાહી કરાઈ છે. પરંતુ પશ્ચિમ કેનેડીયનો માટે આ શિયાળો નિરાશાજનક રહેશે અને બરફના ચાહકો મોસમનો આનંદ માણી શકશે નહિ અને એડમન્ટનથી વિનિપેગ સુધીના કેટલાક વિસ્તારોમાં સખત દુકાળ પાડવાની આગાહી કરવામાં આવી છે. બ્રિટિશ કોલંબિયામાં સૂકું અને ગરમ હવામાન રહેવાની શકયતા છે.