Home » Canada » કેનેડામાં ભારતી સંસ્કૃતિ અને કલાવારસાને જીવંત રાખનારાઓ અભિનંદનને પાત્ર : વિકાસ સ્વરૃપ

News timeline

Ahmedabad
30 mins ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
15 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
15 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
18 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
18 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
18 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
19 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
20 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
20 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

કેનેડામાં ભારતી સંસ્કૃતિ અને કલાવારસાને જીવંત રાખનારાઓ અભિનંદનને પાત્ર : વિકાસ સ્વરૃપ

  • ગુજરાતી સીનીયર્સ દ્વારા ર્વાિષક દિવાળીનો કાર્યક્રમ, સભ્યોએ બોલીવુડના ગીતો પર ડાન્સ રજૂ કર્યો

બ્રામ્પ્ટન : ગુજરાતી સીનીયર્સનો ર્વાિષક દિવાળીનો કાર્યક્રમ ૨૧મી ઓકટોબરે રવિવારે પીઅશન કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો. જેમાં વડીલો, મિત્રો કુટુંબીજનો એકમેકને શૂભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા. દીપ પ્રાગટય બાદ કાર્યક્રમની શરૃઆત ગણપતિદાદાના સ્મરણ સાથે થઇ હતી. ત્યારબાદ પ્રમુખ કિરીટભાઈએ સૌને નમસ્કાર કરી અભિવાદન કર્યું હતુ. કાર્યક્રમના ખાસ મહેમાન કેનેડા સ્થિત ભારતના હાઈકમિશનર વિકાસ સ્વરૃપે પ્રાસંગિક પ્રવચન કરી સીનીયર્સની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. તેમણે કેનેડામાં વસતા હજારો ભારતીયોએ ભારતીય સંસ્કૃતિ અને કલાવારસાને જીવંત રાખવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે સૌને દિવાળી તથા નૂતનવર્ષની શૂભેચ્છા પાઠવી હતી.

કાર્યક્રમના બીજા તબક્કામાં વડીલોએ ૬૦ના દાયકાના બોલીવુડના ગીતો પર ડાન્સ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ જે સીનીયર્સે સમાજમાં સ્વૈચ્છિક સેવા આપી હતી તેવા સભ્યોને વોલિયન્ટર્સ એવોર્ડ આપી સન્માન્યા હતા. આ અવોર્ડ પ્રમુખ કિરીટભાઈ તથા ઉપપ્રમુખ કલાબેન પટેલ દ્વારા આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમના ત્રીજા ભાગમાં ૬૫થી ૮૦ વર્ષના સભ્યોએ બોલીવુડના જૂના ગીતો પર ડાન્સ કર્યો હતો. કોરિઓગ્રાફી ઈલાબેન દેવાણીએ તથા મ્યુઝિક સિસ્ટમ મહેન્દ્રભાઈ ગોંધિયાએ ગોઠવી હતી. સાંજે ૮.૩૦ કલાકે પ્રાર્થના બાદ પ્રીતીભોજનનો કાર્યક્રમ યોજાયો હતો. ડીનર દરમિયાન પણ ગુંજન સંસ્થાના પારૃલ વર્મા તેમજ કિરીટભાઈ મિસ્ત્રીએ કેરીઓકે પર બોલીવુડના ગીતો રજૂ કરી સૌને આનંદ અપાવ્યો હતો.