Home » Canada » કેનેડાના પત્રકાર ઉદ્યોગને બચાવવા નાગરિકો પર નવા કરવેરા લાગુ કરાયા

News timeline

India
23 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

કેનેડાના પત્રકાર ઉદ્યોગને બચાવવા નાગરિકો પર નવા કરવેરા લાગુ કરાયા

  • સમાચાર સંસ્થાઓને પ્રોત્સાહન આપવા ૫૯૫ મિલિયન ડોલર ખર્ચાશે

ઓટ્ટાવા : લિબરલ સરકારે સંઘર્ષ કરી રહેલા દેશના સમાચાર ઉદ્યોગને બચાવવા માટે પ્રયત્નો વધુ ઝડપી બનાવતા ત્રણ નવા કાયદાઓ લાગુ કરાયા છે. કેનેડીયનોએ જર્નાલિઝમ માટે પ્રોત્સાહન ટેક્સ ચૂકવવાનો રહેશે. અન્ય પગલાંઓમાં બુધવારે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે સ્થાનિક સમાચાર સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે આશરે ૫૯૫ મિલિયન ડોલરથી વધુનો ખર્ચ આગામી પાંચ વર્ષ દરમિયાન કરવામાં આવશે. આ પ્રોત્સાહનના કારણે અપેક્ષા રાખવામાં આવે છે કે મૂળ વિષય-વસ્તુની સાથે તેમાં વૈવિધ્યનો પણ ઉમેરો કરી શકાશે. આ અગાઉના અંદાજપત્રમાં ન્યુઝ ઇન્ડસ્ટ્રીઝને ખાતરી આપવામાં આવી હતી કે, આ ઉદ્યોગને ટેકો આપવા તથા સ્થાનિક પત્રકારત્વને પ્રોત્સાહન મળી રહે તે માટે પાંચ વર્ષ દરમિયાન ૫૦ મિલિયન ડોલર ફાળવી આપવામાં આવશે. જાન્યુઆરીથી સામાજિક તથા વ્યાપારિક સમાચાર ગૃહોને મદદ કરવા માટે લોકોએ નવા રિફંડેબલ ટેક્સ ચૂકવવાના રહેશે. આ નવી જોગવાઇનો લાભ સમાચાર સંસ્થાઓને મજૂરી ખર્ચ અને મૂળ વિષય-વસ્તુ સિવાય અન્ય વિષયના ઉત્પાદનોમાં મળશે.

એલિજિબલ ડિજિટલ ન્યુઝ મીડિયાને લવાજમ આપનારાઓ માટે એક કામ ચલાઉ નોન રિફંડેબલ ૧૫% ટેક્સ ક્રેડિટનો નિયમ પણ લાગુ કરાશે. આ ક્રેડિટ આપવાનો હેતુ કેનેડીયનોને વાંચવાની આદતોમાં બદલાવ કરવા અને ઓનલાઇન પ્લેટફોર્મ પર વાંચન કરે તેવો છે. એક અન્ય નવો ક્રેડિટ ટેક્સ શરુ કરવાં આવશે તે પ્રકાશક માટે શરુ કરવામાં આવશે. જેમાં ધાર્મિક તથા ફીલેંથરોપીક ટ્રસ્ટોને તેમનો ફાળો આપવાની મંજૂરી આપવામાં આવશે. આનો લાભ નહિ નફો નહિ નુકશાનના ધોરણે કામ કરતી પત્રકારિત્વની સંસ્થાઓ લઇ શકશે.