Home » Canada » સનાતન મંદિરના સીનિયર્સ દ્વારા ર્વાિષક દિનની ઉજવણી

News timeline

India
1 day ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

સનાતન મંદિરના સીનિયર્સ દ્વારા ર્વાિષક દિનની ઉજવણી

  • ડાન્સ, ગરબા તથા અનેકવિધ હરિફાઈનું આયોજન થયું

બ્રામ્પ્ટન : સાંસ્કૃતિક ભવન, સનાતન મંદિરે સિનિયર્સ દ્વારા તા.૧૮ નવેમ્બર, ૨૦૧૮ના રોજ ૨૩મા ર્વાિષદ દિનની ઉજવણી કરાઈ હતી. સૌ પ્રથમ બપોરે પ્રોગ્રામની શરૃઆત મંદિરના જ્ઞાાની શાસ્ત્રીજીના સ્વમુખે ગણેશ-વંદનાથી થઈ હતી. મધુર અવાજની બે કિશોરી મીનાબેન અને શર્મીષ્ઠાબેને સ્ટેજ ઉપર એમસી તરીકેનું સુકાન સંભાળી લીધું હતુ જે બાદ ૮ અને ૧૦ વર્ષના બાળકો સિદ્ધિ અને લક્ષ્યે ભારત અને કેનેડાના રાષ્ટ્રીય-ગીત થકી હોલ ગુંજતો કરી દીધો હતો. સિનિયર્સ ક્લબ વતી પ્રવીણભાઈ ગાંધીએ સૌનું સ્વાગત કર્યું હતુ. આ તકે સનાતન મંદિરના પ્રમુખ પંકજભાઈએ સિનિયર્સને મંદિરનું પીઠ-બળ ગણાવ્યા હતા. પ્રથમ બોલીવુડનો ડાન્સ હતો, જે સદા-બહાર અમીબેને રજુ કર્યો હતો. જે પછી ગરબા થયા હતા.

કાર્યક્રમમાં માર્ખામના મેયર ફ્રાંક સ્કાર્પીટી નાં આવી શકવા બદલ દિલગીરી-સંદેશો, કન્ઝર્વેટીવ એમપી બોબ સરોયાજી, એમએમપી કાનાં પટ્ટી, પીસી કેન્ડીડેટ અલેક્ષ યુઆનના સંદેશાઓ સિનિયર્સ પ્રમુખ સવિતાબેન પટેલ અને સહ-પ્રમુખ અશોકભાઈ જોશીએ સૌને વાંચી સંભળાવ્યા હતા. જે પછી ફેન્સી-ડ્રેસ હરીફાઈમાં સિનિયર્સે રંગ રાખ્યો હતોઃ કોઈ પાંડવની માતા-કુંતી, દ્રૌપદી, વિવેકાનંદ અને આરબ-પ્રિન્સ બન્યા હતા. અજેક્ષ ગ્રુપના બહેનોએ કુમુદબેનની આગેવાનીમાં ગરબો રજુ કર્યો હતો. જેને “શેરીના ગરબામાં પ્રથમ ” ઇનામ મળ્યું હતું. તે પછી પ્રિયા-નંદીની ખત્રીએ અંગ્રેજી ગીત “My heart will go on Film:Titanic” તેમજ હિન્દી ગીત ગાયા હતા. આ પછી “ઘડપણનો ઘર-સંસાર”કે જે નાટક સવિતાબેને લખ્યું હતું, તે સ્ટેજ ઉપર ભજવાયું હતુ. અંતે અશોકભાઈએ વાર્ષિક અહેવાલ આપ્યો હતો. હરીફાઈમાં નિર્ણાયક તરીકે ભારતીબેન ખત્રી, શિલ્પાબેન શેઠ, દિનાબેન ઓન્ધિયા, પલ્લવીબેન પટેલ, અને અમીબેન સંઘવી હતા.