Home » Canada » હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજ દ્વારા દિપાવલી નિમિત્તે સ્નેહમિલન

News timeline

Gandhinagar
2 hours ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
2 hours ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
3 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
4 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
4 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
5 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
6 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
6 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
7 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
7 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
7 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
7 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજ દ્વારા દિપાવલી નિમિત્તે સ્નેહમિલન

  • રક્ષાબેન પટેલની ટીમે હિન્દી ફિલ્મોના ગીતો પર રિમિક્ષ-ડાન્સ રજુ કર્યો
  • ફિલ્મી ગીતો ગાઈને વરિષ્ઠોએ પણ કાર્યક્રમમાં રંગત જમાવી

ઓન્ટેરિયો : હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજનું દિપાવલી સ્નેહમિલન શીખાબેન ધીંગરા, નલીનીબેન પટેલ તથા રંજુબેન ખનડેરીઆ દ્વારા સુશોભિત મિલ્ટન સ્થિત લાયન્સ ક્લબ હોલમાં તા.૧૮-૧૧-૨૦૧૮ના રોજ યોજાયું હતુ. સૌપ્રથમ ધન-સંપત્તિની અધિષ્ટાતા દેવી લક્ષ્મીજીની આરતી ઉતારાઈ હતી. સેક્રેટરી હસુબેન સ્થાનકીયાએ ગત મિટિંગની આછેરી ઝલક આપી દિપાવલી અને નુતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. એચ.જી.એસ.એસ.ના પ્રમુખ મીનાબેન ભટ્ટે દિપાવલી-પર્વનું સામાજિક-આધ્યાત્મિક સમજાવી નવા વર્ષમાં સૌ સર્વાંગી ઉન્નતિ કરે તેવી  શુભેચ્છા પાઠવી હતી. આ તકે શિક્ષામંત્રી ઇન્દિરા-નાયડુ-હેરિસે પોતાના પુત્ર- ગેલન હેરીસ નાયડુ સાથે આરતી ઉતારવાની તકને પેઢી દર પેઢી, સંસ્કૃતિ-દીપક પ્રજવલ્લિત રાખવાની ઉમદા તક તરીકે વર્ણવી હતી. બોલીવુડ ફયુઝન ડાન્સ સંચાલિકા રક્ષાબેન પટેલની ટીમે હિન્દી ફિલ્મોના ગીતો પર રિમિક્ષ-ડાન્સ રજુ કર્યો હતો.

સ્નેહમિલન કાર્યક્રમમાં લલિતભાઈ સોનીએ વડીલોની પસંદગીને અનુરૃપ ફિલ્મી-ગીતો દ્વારા સહુના દિલ જીતી લીધા હતા. તેમના જોડીદર યુગ્મ અનિલભાઈ તથા તેમના ધર્મ પત્ની મીનલબેન વિન્ગલે અને અબુ પાકરનો સાથ મળ્યો હતો. રંગોળી લાયન્સ ક્લબ હોલ પ્રવેશ દ્વારે શ્રધ્ધા મહેતાની રંગોળીએ સહુને અભિભૂત કર્યા હતા, તો રેખાબેન ઉપ્પલે ” પદમાવત” ફિલ્મનો “ઘૂમર” ડાન્સ રજુ કર્યો હતો. સૌને વૈષ્ણોદેવી મંદિરના જગમોહન મૈનરા, પંકજ ત્રિવેદી, એચજીએસના એકાઉન્ટ-સલાહકાર માની પીછુંમાની અને એચ.જી.એસ.એસ.કમિટીના સંનિષ્ઠ  સભ્યો પ્રમુખ મીનાબેન ભટ્ટ, સેક્રેટરી હસુબેન સ્થાનકિયા, નાણા-સંયોજક ભુપેન્દ્રભાઈ મોદી, દિવ્યાબેન કાપડિયા, કલ્પનાબેન શાહ, મહેશભાઈ શાહ, ભરતભાઈ પટેલ અને રંજુબેન ખંડેરિયાના હસ્તે, સન્માન-પત્ર થકી સન્માનિત કરવામાં આવ્યા હતા. કલ્પનાબેન શાહે આગામી માસના ક્રિસ્ટમસ-કાર્યક્રમના આયોજનની રૃપરેખા આપી હતી.