ટોરન્ટો : રંગતરંગ ગ્રુપ દ્વારા દુરહામ રિજ્યનના ટાઉન ઓફ વ્હીટબેના hallમાં 10th November નારોજ દિવાળીની ઇવેન્ટ યોજવામાં આવી હતી. આશરે ૨૫૦થી વધુ લોકો જીટીએના દુરહામ વિસ્તાર, મારખમ, સ્કારબોરો, ટોરન્ટોથી આવ્યા હતા. સ્વાદિષ્ટ સમોસા-ચટણી અને વેફરના નાસ્તા બાદ ગણપતી દાદાની સ્તુતિથી કાર્યક્રમની શરુઆત થઇ હતી. ગ્રુપના સભ્યોએ ગીત, ડાન્સની રમઝટ બોલાવી હતી.
રંગારંગ કાર્યક્રમ પછી ગુલાબ જાંબું અને શ્રીખંડ સાથે સ્વાદિષ્ટ ગુજરાતી ભોજનની મઝા સૌએ માણી હતી. Town of Whitbyના કાઉન્સેલર સ્ટીવ યમડાએ શહેરના મેયર ડોન મિચ્છેલનો દિવાળી અભિનંદનનો સંદેશો આપીને આવતાં વરસે ફાયરવર્ક કરવાની મંજૂરી અપાવવા મદદ કરવાની બાંહેધરી આપીને બધાંને ખુશ કર્યા હતા. ગ્રુપે સ્પોર્ટ્સ કલબ અને કારોકે કલબ શરૃ કરવાની ધમાકેદાર જાહેરાત કરી હતી. કારોકે કલબના સભ્યોએ જૂના-નવાં ગીત રજૂ કરી માહલો રંગીન બનાવ્યો હતો. ત્યારબાદ ગુજરાતી ગરબા અને ડીજે મ્યુઝિક પર સૌ મોડી રાત સુધી ઝૂમ્યા હતા.અંતે આયોજકોએ સ્પોન્સર્સ, સ્વયંસેવકો તથા સભ્યોનો આભાર માન્યો હતો. પીંકીબેન શાહે કાર્યક્રમનુ સંદર સંચાલન કર્યું હતુ.
We are Social