Home » Canada » કેનેડામાં શિયાળુ હવામાન મિશ્રિત વાતાવરણ વાળુ હશેઃ વેધર નેટવર્ક

News timeline

Gandhinagar
1 hour ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
2 hours ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
4 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
4 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
5 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
6 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
6 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
7 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
7 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
7 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

કેનેડામાં શિયાળુ હવામાન મિશ્રિત વાતાવરણ વાળુ હશેઃ વેધર નેટવર્ક

  • શિયાળાની ઋતુ વહેલી પુરી થઈ જવાનું અનુમાન

ઓન્ટેરિયો : ધ વેધર નેટવર્કની આગાહી મુજબ આવતા કેટલાંક મહિનાઓ માટે કેનેડીયનોને મિશ્રિત વાતાવરણ વાળા હવામાનનો સામનો કરવો પડશે. ધ નેટવર્કની આગાહી મુજબ પશ્ચિમ કેનેડામાં આ શિયાળામાં ઉષ્ણતામાનનો પારો સામાન્ય કરતાં વધારે ઉંચો હશે જ્યારે દેશના દૂર પૂર્વના ભાગમાં લાંબા સમય સુધી હવામાન વધારે પડતું ઠંડુ રહેશે. ધ વેધર નેટવર્કના ચીફ મિટિઓરોલોજીસ્ટ ક્રિસ સ્કોટ કહે છે કે આપણે દેશના બંને ભાગના હવામાન પર નજર નાંખીએ તો પશ્ચિમ કેનેડામાં શિયાળો વહેલો પૂરો થઈ જશે. જ્યારે દૂર પૂર્વના ભાગોમાં આખો શિયાળો બહુ વિષમ નહીં રહે. પરંતુ અહીં શિયાળો થોડો લંબાશે અને વસંતનો સમય પણ લંબાશે તથા માર્ચ મહિનાની શરુઆતમાં વસંતનો પ્રારંભ થઈ જશે. સ્કોટે કહ્યું હતું કે, અમે જ્યારે મોસમના વર્તારા જાહેર કરીએ છીએ ત્યારે અમારી નજર મહાસાગરો ખાસ કરીને પ્રશાંત મહાસાગરમાં આવતા પરિવર્તનો પર હોય છે. આ વર્ષે અલ નીનોને કારણે દક્ષિણ અમેરિકાના તટીય વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે ઉંચું રહેશે. આ વર્ષે કોઇને રાહત નહીં મળે છતાં જેમને ઠંડી પસંદ ન હોય એમને માટે દેશનો પશ્ચિમ તટીય પ્રદેશ વધુ અનુકૂળ રહેશે, પણ જો તમે પશ્ચિમ કાંઠે બરફ જોવાની આશા રાખશો તો એ જોતાં આ વર્ષનો શિયાળો સારો નથીં છતાં જો લાંબા સમય સુધી ઠંડી માણવી હોય તો તમારે ખરેખર મધ્ય અને પૂર્વ કેનેડામાં જવું પડશે. આમ જોઈએ તો આ વર્ષે શિયાળો મિશ્રિત વાતાવરણવાળો હશે. ધ વેધર નેટવર્ક કેનેડાના સૌથી વધુ વસ્તી ધરાવતા બે વિસ્તારોના શિયાળા સંબંધી અનુમાનોની આગાહી કરે છે શિયાળાનો ઉત્તરાર્ધ સખત ઠંડી વાળો હશે. ક્યૂબેક અને ઓન્ટેરીયો આ બંને વિસ્તારોમાં ઉષ્ણતામાનનો પારો સામાન્ય કરતાં વધારે નીચે જશે તેનો અર્થ એ પણ નથી કે આખો શિયાળો સખત ઠંડો રહેશે એમ સ્કોટે જણાવ્યું હતું.