Home » Canada » કેનેડા સેનેટના આદેશ બાદ પોસ્ટ કર્મચારીઓની હડતાળ સંકેલાઈ

News timeline

Gandhinagar
59 mins ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
1 hour ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
4 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
5 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
6 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
7 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

કેનેડા સેનેટના આદેશ બાદ પોસ્ટ કર્મચારીઓની હડતાળ સંકેલાઈ

  • અર્થતંત્ર પર અસર થતાં સેનેટ સભ્યો દ્વારા ખરડો પસાર કરાયો

ઓટ્ટાવા : કેનેડાની સેનેટે એક ઠરાવ પસાર કરી હડતાળ પર રહેલાં કેનેડા પોસ્ટના કર્મચારીઓને કામ પર ચઢી જવાનો હુકમ કરતા પાંચ સપ્તાહથી રોટેશનમાં ચાલતી હળતાળનો મંગળવારે અંત આવ્યો હતો. સેનેટરોએ ૫૩ વિરુદ્ધ ૨૫ની બહુમતિથી ઠરાવ પસાર કર્યા બાદ સોમવારે મોડેથી શાહી મંજુરી આપી દેવાઈ હતી. મતદાન દરમિયાન ચાર સેનેટરો ગેરહાજર રહ્યાં હતાં. કામના અત્યંત વ્યસ્ત દિવસો દરમિયાન પોસ્ટની હળતાળ પડતાં અર્થતંત્ર પર વિપરીત અસર પડવાને કારણે સરકારને આ ખરડો આપાત્કાલિન જોગવાઈ અંતર્ગત પસાર કરવાની ફરજ પડી હતી. ગયા સપ્તાહે હાઉસ ઓફ કોમન્સમાં આ ઠરાવ ઉતાવળે રજુ કરી પસાર કરી દેવામાં આવ્યો હતો.

કેટલાંક સેનેટરોએ શનિવારે ખાસ બેઠકોમાં ખરડા પર વિશેષ ચર્ચા દરમિયાન ખરડો પસાર કરવામાં ઉતાવળ ન કરવા અને પોસ્ટલ કર્મચારીઓના બંધારણીય અધિકારોનો ભંગ ન થાય તેની કાળજી રાખવાની ભલામણ કરી હતી. પાંચ કલાકની વધારાની ચર્ચા બાદ સોમવારે બોલાવવામાં આવેલી બેઠકમાં ખરડો મતદાન માટે મૂકવામાં આવ્યો હતો. સ્વતંત્ર સેનેટર જૂથના નેતા યુઇન પાઉવૂએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે સેનેટ સરકારી ખરડાની કઇ રીતે સમીક્ષા કરે છે એ જોવા અમે અમારો કિંમતિ સમય આપવો પડ્યો હતો. સોમવારે સેનેટમાં સરકારના પ્રતિનિધિ પીટર હાર્ડરે સેનેટના સભ્યોને આ મુદ્દો વિલંબમાં ન નાખવા વિનંતી કરી હતી. ધ કેનેડીયન યુનિયન ઓફ પોસ્ટલ વર્કર્સ તરફથી એક નિવેદન દ્વારા  લડતના અન્ય વિકલ્પો ખુલ્લા રાખી કામદારોને ફરી કામ પર ચઢી જવાની સૂચના આપી હતી.