Home » Canada » ઓશાવાનો પ્લાન્ટ બંધ કરવા જનરલ મોટર્સની વિચારણા

News timeline

Gandhinagar
2 hours ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
2 hours ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
3 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
4 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
4 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
5 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
6 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
6 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
7 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
7 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
7 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

ઓશાવાનો પ્લાન્ટ બંધ કરવા જનરલ મોટર્સની વિચારણા

  • કંપનીના સંભવિત નિર્ણય અંગે પીએમ કાર્યાલયે ચિંતા વ્યક્ત કરી

ઓટ્ટાવા : કેનેડાના વડાપ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે જનરલ મોટર્સ ઓટ્ટાવાના ઓશાવા ખાતે આવેલો પ્લાન્ટ બંધ કરવાનો વિચાર કરી રહી છે એવા સમાચાર મળ્યા છે. જે અમારા માટે મોટી ચિંતાની વાત છે. એક કેન્દ્રીય અધિકારીએ જણાવ્યું હતું કે, સરકાર છેલ્લાં ઘણાં દિવસોથી ૨,૫૦૦ કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો સહિત પૂર્વ ટોરોન્ટોના આશરે ૧,૭૦,૦૦ લોકોને અસર કરનાર આ સમસ્યાના ઉકેલ માટે પ્રયત્ન કરી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, આ મુદ્દાને અમેરિકા-મેક્સિકો-કેનેડાના વેપારી કરાર સાથે કોઇ સંબંધ નથી. જનરલ મોટર્સ વિશ્વકક્ષાએ તેના સંચાલન માળખાંની ફેરરચના કરી રહી છે. તે યોજના હેઠળ ઇલેક્ટ્રિક અને લો એમિસન વ્હીકલ વિભાગોને વધુ સ્વાયત બનાવી રહી છે. રવિવારે કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે, જીએમ હાલમાં આ વિષય પર કાંઇ કહી શકે તેમ નથી.

જીએમ મોટર્સના કામદાર મંડળે કહ્યું હતું કે, જીએમ પ્લાન્ટ બંધ થવા સંબંધે અમારી પાસે પુરતી માહિતી નથી. પરંતુ ઓસાવા પ્લાન્ટ માટે ડીસેમ્બર ૨૦૧૯ સુધીના ઉત્પાદન કાર્યક્રમ આપવામાં આવ્યો નથી. ઓસાવાના મેયર જોહન હેન્રીએ કહ્યું હતું કે, જીએમ પ્લાન્ટ બંધ થવાથી શહેર પર તેની ભારે ખરાબ અસર થશે. ઓટો ઇન્ડસ્ટ્રી છેલ્લાં ૧૦૦ વર્ષથી ઓન્ટેરીયો પ્રાન્તની જીવાદોરી બની ગયો છે, જીએમ પ્લાન્ટ બંધ થતાં આ વિસ્તારમાં તેની ગંભીર અસર થશે. કેન્દ્રીય તથા રાજ્યના નેતાઓએ ભારે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, ઓશાવા પ્લાન્ટના ઉંચા પગારની નોકરી કરનારા હજારો કર્મચારીઓ તથા આ પ્લાન્ટને કારણે પરોક્ષ રોજગારી મેળવતા બીજા હજારો લોકોનું જીવન અંધકારમય બની જશે.