Home » Canada » સનાતન મંદિરે તુલસી વિવાહઃ મંગળફેરાની વિધિએ આકર્ષણ જમાવ્યું

News timeline

Bollywood
25 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
2 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
4 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

સનાતન મંદિરે તુલસી વિવાહઃ મંગળફેરાની વિધિએ આકર્ષણ જમાવ્યું

  • બંને પક્ષના પરિવારજનો નૃત્ય અને ગરબામાં મન મૂકીને ઝૂમ્યા

બ્રામ્પ્ટન : પવિત્ર તુલસીના લગ્ન શાલીગ્રામ, વિષ્ણુ કે તેના અવતાર શ્રી કૃષ્ણ સાથે ધામધૂમથી યોજવાનું હિન્દુ ધર્મમાં મોટું મહાત્મ્ય છે. હિંદુઓમાં તુલસી વિવાહને ચોમાસા મોસમની વિદાય અને લગ્નની મોસમની શરૃઆતનો સંકેત માનવામાં આવે છે. સનાતન મંદિર સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે રવિવાર, ૨૫મી નવેમ્બરના રોજ ધામધૂમથી તુલસી વિવાહના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. તુલસી વિવાહની તમામ ધાર્મિક વિધિ રશ્મિનભાઇ વ્યાસે કરી હતી. આ વિધિ સમયે પરંપરાગત લગ્ન ગીતો અને ગુલાબ ભાઈ લાડ તરફથી આપવામાં આવેલા ઢોલ નગારાની રમઝટ વચ્ચે તુલસી વિવાહનો પ્રસંગ આગળ વધી રહ્યો હતો. જાનૈયા તરીકે વરપક્ષ તરફથી પટેલ પરિવારનું પ્રતિનિધિત્વ જશુબહેન અને દીપિકાબહેન હિતેન્દ્રભાઇ પટેલ, કન્યા પક્ષ તરફથી વઢવાણા પરિવારના પુષ્પાબહેન વઢવાણા, લલિતભાઈ-અલ્કા અને રીમા વઢવાણા તરફથી આશીર્વચન આપવા સહિતની વિધિ કરાઈ હતી અને મુખ્ય યજમાન પદે મહેશભાઈ અને ઉષાબહેન વઢવાણા રહ્યાં હતાં. જ્યારે  મોસાળ પક્ષે અનેક વરીષ્ઠ શ્રધ્ધાળુઓએ પોતાની ફરજ બજાવી હતી. સમારંભમાં બંને પક્ષના પરિવારજનો નૃત્ય અને ગરબામાં મન મૂકીને ઝૂમ્યા હતાં. વરિષ્ઠ નાગરીકોની ક્લબના સભ્યો જેવાં કે સવિતાબેન પટેલ, અશોક જોશી, પ્રવીણ ગાંધી, રમેશભાઈ પટેલ, અતુલભાઇ દેસાઇ, અન્ય ડીરેક્ટર્સે પણ આ વિધિમાં ભાગ લીધો હતો. સમારંભનું મુખ્ય આકર્ષણ મંગળ ફેરાની વિધિ હતી. જેમાં પરંપરાગત લગ્ન ગીતોની રજૂઆત હતી. તુલસી વિવાહના સમાપનમાં સ્વાદિષ્ટ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તુલસી વિવાહમાં ૫૦૦થી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.