Home » Canada » કેનેડામાં એપાર્ટમેન્ટની માંગમાં વધારો અને ખાલી મકાનોના દરમાં ઘટાડો

News timeline

Delhi
2 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
2 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
4 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
4 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
4 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
5 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
5 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
5 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
5 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
5 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
6 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
6 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

કેનેડામાં એપાર્ટમેન્ટની માંગમાં વધારો અને ખાલી મકાનોના દરમાં ઘટાડો

  • ૫૦ હજારની જરૃરિયાત સામે ૩૭ હજાર એપાર્ટમેન્ટનું નિર્માણ થયું

ઓન્ટેરિયો : કેનેડાના મોરગેજ હાઉસિંગ કોર્પોરેશનના જણાવ્યા મુજબ દેશમાં ૫૦૦૦૦ એપાર્ટમેન્ટ્સની માંગની સામે ૩૭૦૦૦ એપાર્ટમેન્ટ પુરા પાડી શકાયા હતા. જોકે સતત બીજા વર્ષે પણ કેનેડામાં ખાલી મકાનોના દરમાં ઘટાડો થયો હતો. કારણ કે, લોકો ભાડાના મકાનોમાં રહેવાનું વધુ પસંદ કરે છે. આથી ભાડાના મકાનની માંગમાં વધારો થયો છે. ભાડાના મકાનો માટે યોજવામાં આવેલા એક સર્વે મુજબ ૨૦૧૭માં વેકેન્સી રેટ ૩% હતો, જે ૨૦૧૮માં ઘટીને ૨.૪% થયો હતો. કારણ કે પુરવઠાની સામે ભાડાના મકાનોની માંગ ઝડપથી વધી રહી છે. હાઉસિંગ એજેન્સીએ જણાવ્યું હતું કે સમગ્ર કેનેડામાં આ હેતુ માટે ૩૭૦૦૦ નવા એપાર્ટમેન્ટ બાંધવામાં આવ્યા હતા. તેની સામે માંગ વધીને ૫૦૦૦૦ પર પહોંચી હતી. આમ દરેકને જોઈએ તે રીતે સંતોષી શકાય તેવી સ્થિતિ નથી. ઓક્ટોબર ૨૦૧૮માં રોકાયેલા મકાનોની સંખ્યા ૨.૫% હતી. તેની સામે ગયા વર્ષે ૧.૯% સંખ્યા થવા જતી હતી.

ઓન્ટેરિયો, બ્રિટિશ કોલંબિયા અને મેનિટોબા ખાતે મકાન ખાલી થવાનો દર વધ્યો હતો. જયારે કયૂબેક, આલ્બર્ટા, સાસ્કેચવાન અને એટલાન્ટિક પ્રાંતોમાં મકાન ખાલી પાડવાના દરમાં ઘટાડો થયો હતો. ભાડાના હેતુથી બાંધવામાં આવેલા એપાર્ટમેન્ટ અને કોન્ડો એપાર્ટમેન્ટ્સની ઉપ્લબ્ધીમાં વધારો થયો હતો. બે બેડરૃમના એપાર્ટમેન્ટના ભાડામાં ઓક્ટોબર ૨૦૧૭થી ઓક્ટોબર ૨૦૧૮ની વચ્ચે ૩.૫% નો વધારો થયો હતો. બેચલર એપાર્ટમેન્ટ માટે હાલમાં માસિક ભાડું ૭૮૭ ડોલર છે. એક બેડરૃમ માટે સરેરાશ ભાડું ૯૪૬ ડોલર, બે બેડરૃમના એપાર્ટમેન્ટ માટે પ્રતિ માસ ૧૦૨૫ ડોલર ભાડું આપવું પડે છે. ત્રણથી વધુ બેડરૃમવાળા એપાર્મેન્ટ કે જે બહુ મુશ્કેલીથી મળે છે તેનું પ્રતિમાસ ભાડું ૧૦૯૭ ડોલર છે. પરંતુ આ બાબતમાં સમગ્ર કેનેડામાં વૈવિધ્ય જોવા મળે છે. ટોરોન્ટોમાં બે બેડરૃમ, કોન્ડોનું ભાડું ૨૩૯૩ ડોલર છે. પરંતુ ઓટાવામાં થોડા સારા પ્રકારના કોન્ડો માટે સરેરાશ માસિક ભાડું ૧૦૧૪ ડોલર છે.