Home » Canada » કેનેડામાં એલર્ટ રેડી સિસ્ટમનું બીજીવાર પરીક્ષણ

News timeline

Cricket
11 mins ago

ડોન બ્રેડમેન બાદ કોહલીની સૌથી ઝડપથી ૨૫ સદીઓ

Gandhinagar
2 hours ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
2 hours ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
3 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
4 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
4 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
5 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
6 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
7 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
7 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
7 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
8 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

કેનેડામાં એલર્ટ રેડી સિસ્ટમનું બીજીવાર પરીક્ષણ

  • ઈમરજન્સી સમયે નાગરિકોને તાત્કાલિક સંદેશા મળશે

ટોરન્ટો : કેનેડામાં એલર્ટ રેડી સિસ્ટમના બીજા રાઉન્ડનું પરીક્ષણ થયું છે. પ્રોવિન્સિયલ ઇમર્જન્સી મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન્સ લોકોને સાવધ કરતા ઇમર્જન્સી એલર્ટ સંદેશાઓ સહેલાઈથી પહોંચાડી શકાય તે માટે સમગ્ર કેનેડામાં એલર્ટ રેડી સિસ્ટમનું પરીક્ષણ કરી રહ્યુ છે. લોકોને ચેતવણી આપતા આવા સંદેશાઓ મળતાં તેઓ પોતાના રક્ષણ માટેના પગલાં લઇ શકે તે માટે આ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. લોકોને સાવધ કરતા આ સંદેશાઓ યોગ્ય મોબાઈલ ડિવાઇસીસને એલ.ટી.એ. વાયરલેસ નેટવર્ક સાથે કનેક્ટ કરાયા હતા અને આ આધુનિક એલર્ટ સંદેશાઓ કયૂબેક સિવાય આખા દેશમાં પહોંચાડવામાં આવ્યા હતા. કયૂબેકમાં આ પરીક્ષણ ૧ કલાક મોડું કરાયું હોવાથી ત્યાં એલર્ટના સંદેશ અન્ય દેશોથી ૧ કલાક મોડા પહોંચ્યા હતા. મેનિટોબા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઇમર્જન્સી મેસર્સ ઓરગેનાઈઝેશન એટલે કે કટોકટીમાં ઉપાયો સૂચવતી સંસ્થાએ જણાવ્યું હતું કે, મેં મહિનામાં એલર્ટ રેડી સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે માત્ર ૬૦% વાયરલેસનો ઉપયોગ કરનારાઓને ચેતવણી આપતા સંદેશા મળી શકયા હતા.

આ ફરિયાદને કારણે બીજી વખત એ.આર.એસ.નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પહેલા પરીક્ષણ વખતે કોડિંગ એરરને કારણે કયૂબેકમાં સંદેશાઓ સાંભળી શકાયા નહોતા. કારણ કે સિસ્ટમ ઓપરેટરે થોડા કલાકો પહેલા જ તેને કનેક્ટ કર્યા હતા. ઓન્ટોરિયોમાં એલર્ટ ટેસ્ટના સંદેશાઓ કેટલાક લોકો સાંભળી શકયા હતા. મોબાઈલ પર ટેસ્ટના અવાજ સાંભળી શકાય હતા પરંતુ વાયરલેસ ધારકોને કોઈ સિગ્નલ મળ્યા નહોતા.