Home » Canada » ન્યૂયોર્કમાં ત્રાસવાદી હુમલો કરનાર કેનેડીયનને અમરિકાની કોર્ટે સજા ફટકારી

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
9 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
10 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
12 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
12 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

ન્યૂયોર્કમાં ત્રાસવાદી હુમલો કરનાર કેનેડીયનને અમરિકાની કોર્ટે સજા ફટકારી

  • આરોપી મનોરોગી અને વ્યસનોનો આદી હોવાની વકીલે દલીલ કરી

ટોરન્ટો : એક કેનેડીયનને ન્યુયોર્ક સિટી પર ત્રાસવાદી હુમલો કરવા બદલ અમેરિકાની કોર્ટે દોષિત ઠરાવી ૪૦ વર્ષની જેલની સજા સંભાળાવી છે એમ કેનેડીયન વકીલે કહ્યું હતું. અબ્દુલ રહેમાન અલ બહાના સાવી નામના આ ૨૦ વર્ષીય યુવાનના બચાવ માટે તેના વકીલે અનેક દલીલો કરતા જણાવ્યું હતું કે, મારો અસીલ મનોરોગી છે અને માદક દ્રવ્યોના રવાડે ચઢેલો છે અને કેટલીક ખરાબ આદતોમાં સપડાયેલો છે તે છતાં તેને અમેરિકાની કોર્ટે સજા ફટકારી હતી. આ યુવકના વકીલ ડેનિશ એડનીએ મીડિયાને જણાવ્યું હતું કે, અમે આ યુવાનને બચાવવા કોર્ટમાં નિવેદન કરાયું હતુ કે આરોપી મનોરોગનો શિકાર છે. ૧૪ વર્ષની ઉંમરથી તે માદક દ્રવ્યોનું સેવન કરવા લાગ્યો છે અને તેના પુનર્વસન માટે કરવામાં આવેલા અનેક પ્રયત્નો નિષ્ફળ ગયા છે. આ પુરવાર કરવા માટે અમે કલાકો સુધી મહેનત કરી હોવા છતાં તેને ૪૦ વર્ષની જેલ ફટકારવામાં આવી છે.

એડનીએ જણાવ્યું હતું કે અમેરિકાના જિલ્લા ન્યાયાધીશ રિચાર્ડ બર્મને આરોપી મનોરોગી હોવાનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું કે આરોપીએ જેલમાં પણ આત્મહત્યાના પ્રયત્નો કર્યા હતા. મેં તેને ૪૦ વર્ષ જેલની જે સજા કરી છે તે ખરેખર ઓછી છે કારણ કે એફ.બી.આઈ. એ અનેક વખત આરોપીને આજીવન કેદની સજા ફટકારવાની માંગણી કરી હતી. ન્યુયોર્કની દક્ષિણ જિલ્લા અદાલતમાં જે દસ્તાવેજો રજુ કરવામાં આવ્યા છે તેમાં અબ્દુલ રહેમાન ૨૦ વર્ષનો હોવાનું અને જયારે તે એફ.બી.આઈ.ના જાસૂસને ઓનલાઇન મળ્યો ત્યારે તેની ઉમર ૧૭ વર્ષની હતી તેવુ સ્પષ્ટ થયું છે. બચાવ પક્ષે દલીલ કરી હતી કે તેને બિગ એપલ પર હુમલો કરવા માટે યોજના તૈયાર કરી હતી અને એજન્ટે આ માટે તેને પ્રોત્સાહિત કર્યો હતો.