Home » Canada » બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ ક્લબનો કાર્યક્રમ :ભજન અને ગીતોની રમઝટ

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ ક્લબનો કાર્યક્રમ :ભજન અને ગીતોની રમઝટ

  • વાર્તા અને નૃત્યની પ્રસ્તૃતિથી સભ્યોએ આનંદ માણ્યો

બ્રામ્પ્ટન : બ્રામ્પટનના ગુજરાતી સિનિયર્સ ક્લબનો ડિસેમ્બર માસનો કાર્યક્રમ સુપેરે સંપન્ન થયો હતો. શરૃઆતમાં સમુહપ્રાર્થના બાદ નરસિંહ મહેતા લિખિત “વૈષ્ણવજન તો તેને રે કહીએ” નગીનભાઈ અને ઈશ્વરભાઈના કંઠે ગવાયું હતુ. સુરેશભાઈ પટેલે અને મનહરલાલ શાહે યોગ અને હાસ્યયોગનું નિદર્શન કર્યું હતુ. છોટુભાઈ પટેલે કેટલાક સંસ્થાકીય કાર્યક્રમોના નવસંસ્કરણ સબંધી વાતચીત કરી હતી. સંગીતકાર ઈશ્વરભાઈ પટેલે એક મધુર ગીત રજૂ કર્યા બાદ ભાગવત પંડયાએ ક્રિસમસ ડ્રેસ ધારણ કરી સુંદર અભિનય નૃત્ય રજૂ કર્યું હતુ. સજ્જનસિંહ પરમાર દ્વારા સંતકબીર રચિત “મન ભૂલા ભૂલા ફિરે — ” ભજન રજૂ કરાયું હતુ. પદમાબેન કંસારાએ “બચપન કી મહોબ્બત—” ગીત સુરીલા કંઠે ગાઈ સંભળાવ્યું હતું. ડો. પ્રદ્યુમ્ન ભટ્ટે એક ઉપદેશાત્મક સુંદર નાની વાર્તા કહીને વાર્તાનો બોધ વિગતે સમજાવ્યો હતો.

અનીલાબેન ભટ્ટે કહ્યું હતુ કે, સત્યની કેડી કઠીન છે. સત્ય કડવું હોય છે. આવી વાતો આપણા જીવનમાં વણાયેલી છે. જેની ગહનતા સમજવી જરૃરી છે. ખોટું બોલવા ઘણા બહાનાની જરૃર પડે, પણ સત્ય બોલવા કોઈ બહાનાની જરૃર નથી. ત્યાર બાદ બાલિકા કરિશ્મા તરફથી નયન રમ્ય નૃત્ય રજુ કરાતા સૌએ તેને તાળીઓથી વધાવી લીધું હતુ. બાદમાં નગીનભાઈએ સ્વાસ્થ્ય સબંધી ખૂબ જ ઉપકારક વાતો કરી હતી.  ત્યારબાદ વેડીંગ એનેવર્સરી અને જન્મદિન હોય તેવા સભ્યોનું અભિવાદન કરી ઉજવણી કરાઈ હતી.