Home » Canada » બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવારની સભા સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો

News timeline

India
3 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
26 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
31 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવારની સભા સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો

  • ક્રિસમસ નજીક હોવાથી નાચગાન અને પરેડ પણ યોજાયો

બ્રામ્પ્ટન : ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર, બ્રામ્પ્ટનની માસિક સભા ૧૫ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ ભવાનીશંકર મંદિરના સાંસ્કૃતિક હોલમાં મળી હતી. જેમાં ઠંડી હોવા છતાં લગભગ ૨૨૫ સભ્યોએ ભાગ લીધો હતો. ક્રિસમસ અગાઉ મળેલી પરિવારની માસિક સભામાં પરફોર્મન્સ સાથે જુના ગીતો, નાચગાન કરાયા હતા. આ સાથે જ ક્રિસમસ પરેડ અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતુ. સભાની શરૃઆતમાં પ્રાર્થના થયા બાદ ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ અમીને સ્વાગત પ્રવચનમાં સંગઠનના કાર્યોને યાદ કર્યા હતા. તદ્ઉપરાંત વિઠ્ઠલભાઈ અમીને સૌને મેરી ક્રિસમસની શૂભેચ્છા પાઠવી નવા વર્ષમાં પરિવારના સર્વે સભ્યોના સારા સ્વાસ્થની શુભકામના પાઠવી હતી. ત્યાબાદ સભ્ય શર્મિષ્ઠાબેન શાહ તેમજ ક્રિષ્ણકાંતભાઈ પટેલ કે જેઓ ભારત ગયા હતા અને તેમનું ભારતમાં જ આકસ્મિક અવસાન થયું હતુ તેથી તેમના આત્માની શાંતિ અર્થે ૨ મિનિટ મૌન પાળવામાં આવ્યું હતુ.

ત્યાર બાદ વત્સલાબેન વ્યાસ દ્વારા આજના ક્રિસમસ થીમ પર આધારિત સાંસ્કુતિક કાર્યક્રમની શરૃઆત કરાવાઈ હતી. ભગુભાઈ લાડનું ભજન, અનિતા પટેલનું ‘નના રે નના રે મેઘા બરસો.. ગીત પરનું સુંદર પર્ફોર્મન્સ, બાબુલ પ્યારે ગીત પર બેટીની વેદના રજુ કરતુ શીલા અગ્રવાલ, વિક્રમભાઈ પટેલ અને વસંતલાબેનનું આબેહૂબ પરફોર્મન્સ, રેણુકા દેસાઈ દ્વારા પિયા તોહે નૈના લાગે રે ગીત પર નવોઠાની પ્રીતનો બેનમૂન ડાન્સ રજૂ થતાં સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. જે બાદ અરુણભાઈ દવેના ગીતોની રજુઆતે સભ્યોને ડાન્સ કરવા મજબુર કરી દીધા હતા. ત્યારબાદ બહેનો દ્વારા ‘ સબકો મુબારક નયા સાલ તેમજ ૧૯૫૪ થી ૨૦૧૭ સુધીના ગીતો પર સુંદર ગ્રુપ પર્ફોર્મન્સ રજૂ થયું હતુ. અંતે ડિસેમ્બરમાં જન્મેલા અને પરણેલા સભ્યોને સ્ટેજ પાસે બોલાવી શુભકામનાઓ પાઠવાઈ હતી.