Home » Canada » બધા જ ધર્મોએ હવે શિક્ષણનું મહત્વ સમજાવ્યું છે : ઇસ્માઇલ મિર્ઝા

News timeline

India
24 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
47 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
52 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

બધા જ ધર્મોએ હવે શિક્ષણનું મહત્વ સમજાવ્યું છે : ઇસ્માઇલ મિર્ઝા

  • મેમણ અઝસોઅસિએશન ઓફ કેનેડા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

મિસિસાગા : ગયા રવિવારે મેમણ એસોસિયેશન ઓફ કેનેડા (મેક) દ્વારા સમાજના લગભગ ત્રીસ વિદ્યાર્થીઓનું મેડલ્સ અને સર્ટિફિકેટ્સ આપી સન્માન કરાયું હતું. મિસિસાગાના સિમ્ફની બેન્કવેટ હોલ ખાતે યોજાયેલા સમારંભમાં ત્રણસોથી વધુ લોકો હાજર હતા. મેકના પ્રેસિડન્ટ ઇસ્માઇલભાઈ મિર્ઝાએ મહેમાનોનું સ્વાગત કરતા કહ્યું કે, આવા કાર્યક્રમો વધુ યોજવા જોઈએ. વધુને વધુ વિદ્યાર્થીઓને એવોર્ડ મળે એવી મારી ઈચ્છા છે.  શિક્ષણ શિવાય ઉદ્ધાર નથી અને એટલે જ લગભગ બધા જ ધર્મોએ એનું મહત્વ આપણને સમજાવ્યું છે.  આજના સમયમાં જ્યાં માં, બાપ બંનેને કમાવું પડે છે ત્યારે એ લોકો સંતાનોને વધુ સમય આપી નથી શકતા. શકય હોય ત્યાં સુધી સંતાનોને સમય આપો.

એમણે કહ્યું કે, મેમણ એ કચ્છ અને સૌરાષ્ટ્રના મૂળ વતની છે. મેમણ લોકો સાહસી હોઈ, વધુ પડતા બિઝનેસ કરતા હોય છે. આ લોકો દાન ધર્મ માટે પણ ખુબ જાણીતા છે. સંસ્થાના જનરલ સેક્રેટરી આરીફ મેમણે મહેમાનોનો આભાર માણ્યો હતો. કાર્યક્રમમાં લકી નંબર દ્વારા લોકોને ગિફ્ટ અપાઈ હતી. સંસ્થાના જનરલ સેક્રેટરી આરીફ મેમણે મેહમાનો તથા મીડિયાનો આભાર માન્યો હતો.