Home » Canada » કેનેડાનું નાગરિકત્વ મેળવવામાં ભારતીયોની સંખ્યામાં ૫૦ ટકાનો વધારો

News timeline

Breaking News
4 mins ago

કોંગ્રેસના ગઢમાં ગાબડું – રાજુલા તાલુકા પંચાયત આંચકી લેતો ભાજપ

India
43 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
1 hour ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
1 hour ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
6 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

કેનેડાનું નાગરિકત્વ મેળવવામાં ભારતીયોની સંખ્યામાં ૫૦ ટકાનો વધારો

  • ઓકટોબર ૨૦૧૮ સુધીના ૧૦ માસના આંકડા જાહેર કરાયા, ૧.૫૩ લાખ લોકોને નાગરિકત્વ મેળવ્યું
  • ફિલિપાઇન્સના ૧૫,૬૦૦ નાગરિકોએ પણ કેનેડાના નાગરિકત્વ મેળવ્યું

મુંબઈ : કેનેડામાં રહેતા ભારતીયોએ વસાહતીઓ તરીકેની તેમની સફરમાં એક કદમ આગળ માંડ્યું છે અને હજારો વસાહતીઓએ કેનેડાનું નાગરિકતા મેળવ્યું છે. તેમાં હજારો ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. કેનેડાના સત્તાવાળાઓએ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ પુરાં થતા ૧૦ મહિનાના આંકડા બહાર પાડયા છે. જેમાં ૧૫,૦૦૦ થી વધુ ભારતીઓએ કેનેડાનું નાગરિકત્વ મેળવ્યું હોવાનું દર્શાવાયું છે. જે વર્ષ ૨૦૧૭ કરતાં  ૫૦% નો વધારો સૂચવે છે. ફિલિપાઇન્સ પછી કેનેડાનું નાગરિકત્વ મેળવનારા ભારતીયો બીજા ક્રમે આવે છે. ફિલિપાઇન્સના ૧૫,૬૦૦ જ્યારે ૧૫,૦૦૦ ભારતીયોએ કેનેડાનું નાગરિકત્વ મેળવ્યું હતું. જો કે ફિલિપિનો નજીવી સરસાઇ સાથે પહેલા ક્રમે રહ્યાં હતા. પણ ૨૦૧૭ ની સરખામણીમાં આ વધારો ૧૧% નજીવો વધારો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપવામાં આવેલા આંકડાઓ મુજબ ૩૦મી ઓક્ટોબર સુધીમાં ૧.૩૯ લાખ લોકોએ કેનેડાનું નાગરિકત્વ મેળવ્યું હતુ.

તેમાં ભારતીઓનું પ્રમાણ ૧૧% હતું. આ કામચલાઉ આંકડા છે જ્યારે અંતિમ આંકડા જાહેર કરવામાં આવશે ત્યારે તેમાં ભારે વધારો થશે પણ તે વર્ષ ૨૦૧૫માં કે જ્યારે ૨૮,૦૦૦ ભારતીઓએ કેનેડાનું કાયમી નાગરિકત્વ મેળવ્યું હતું એ વિક્રમ જનક આંકડાને વટાવી જાય એવી સંભાવના ઓછી છે. ત્યાર બાદ નાગરિકત્વ મેળવનારાઓની સંખ્યા ઘટતી જતી હતી. તે વર્ષ ૨૦૧૮માં વધવા લાગી છે.  વર્ષ ૨૦૧૭માં કેનેડાનું નાગરીકત્વ મેળવવાના ધોરણો હળવા કરવામાં આવ્યાં છે હવે કાયમી નાગરિકત્વ મેળવવા માટે કેનેડામાં રુબરુ રહેવાની સમય મર્યાદા ઘટાડવામાં આવી છે. અત્યાર સુધી ૬ વર્ષની મંજુર કરવામાં આવેલી મુદતમાંથી ૪ વર્ષનો રુબરુ વસવાટ જરૃરી હતો. જે પાંચ વર્ષ અને ત્રણ વર્ષ કરવામાં આવ્યો છે એમ ઓટ્ટાવાના વસાહતી કાયદાના નિષ્ણાત અને માયગ્રેસન બ્યુરો કોર્પના તલ્હા મોહાણીએ જણાવ્યું હતું.

એન પી ઝેડ લો ગ્રુપના મેનેજીંગ એટોર્ની ડેવિડ મેચ મોબિલિટીના મુખ્ય મુદ્દા તરફ ધ્યાન દોરતાં કહે છે કે કેનેડાનું નાગરિકત્વ હવે કેનેડાનો પાસપોર્ટ ધરાવતી અથવા અમેરિકામાં કામ કરતી વ્યક્તિપણ ટ્રેડ નેશનલ (ટી એન )વિઝા મેળવવા માટે અરજી કરી શકે છે. આ ઁ-૧મ્વિઝાની જેમ તેના પર વાર્ષિક મર્યાદા નથી અને સહેલાઈથી મેળવી શકાય છે. વર્ષ ૨૦૧૭ દરમિયાન ૫૧,૦૦૦ વધુ હજારથી વધુ ભારતીઓને કાયમી નિવાસી તરીકે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ આંકડા કેનેડાની સંસદમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઇમિગ્રેશન, રેફયુજી એન્ડ સીટીઝન શિપ કેનેડા (આઇઆરસીસી )કે જે કેનેડા મા .વસાહતીઓની બાબતો સંભાળે છે તેના જણાવ્યા મુજબ ૨૦૧૮ ઓક્ટોબર જે વસાહતીઓ માટે સુધારાનું વર્ષ ગણાય છે એ દરમિયાન ૧.૫૩ લાખ લોકોએ કાયમી નાગરિકત્વ મેળવ્યું હતું. જે આ અગાઉના વર્ષ કરતાં ૪૦ ટકાનો વધારો સૂચવે છે. ક્રમશઃ