સાસ્કેચવાન : સાસ્કેચવાનનો પરિવાર શુભેચ્છા પાઠવવા ૫૦ વર્ષથી એકજ ક્રિસ્ટમસ કાર્ડનો ઉપયોગ કરે છે. આ મહિનાની શરૃઆતમાં વોલિ અને શર્લી બોલે તેમના મિત્ર ફ્રેડ બાસ્ટને ૫૦ વર્ષ જુના કાર્ડ પર ક્રિસ્ટમસના તહેવારોની શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓ છેલ્લા પચાસ વર્ષથી એટલેકે ૧૯૬૮થી આ એકજ કાર્ડ દ્વારા ક્રિસમસનો શુભેચ્છા સંદેશ મોકલતા રહ્યાં છે. શર્લીએ કહ્યું હતું કે, શરુઆતના થોડા વર્ષો સુધી અમે જુદા જુદા કાર્ડ મોકલતાં હતા. પરંતુ ઘણી વાર કાર્ડ ટપાલમાં ખોવાઈ જશે એવો ડર લાગતો હતો. તેથી અમે રુબરુ જઇને ક્રિસમસની શુભેચ્છાઓ આપવાનો નિર્ણય કર્યો હતો. મિત્રોએ તેમને પુછયું હતું કે, લોકો તમારી હાંસી ઉડાવે એવું શા માટે કર્યું ? એવા પ્રશ્નનો શર્લીએ ઉપર મુજબ જવાબ આપ્યો હતો.
અમે ફ્રેડ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે દર વર્ષે પોસ્ટની ટિકિટો ખરીદવી, પોસ્ટ કરવાની કડાકૂટ કરવી પડતી હતી તેથી વોલિએ આંખો પટપટાવતાં કહ્યું હતું કે અમારા માટે આ માત્ર ક્રિસમસ કાર્ડ નથી પણ ભૂતકાળના ઇતિહાસનો સંગ્રહ છે જેમ કે બોલ નેે તેના મિત્ર ફ્રેડે તેની મૃતક પત્નીના નામ સાથે પહેલો શુભેચ્છા સંદેશો મોકલ્યો હતો અને હાલમાં ફ્રેડે બીજાં લગ્ન કર્યાં હતાં તેણે નવી પત્નીના નામ સાથે ક્રિસમસ સંદેશો મોકલ્યો હતો. શર્લીએ કહ્યુ હતુ કે આ કાર્ડ મારા માટે મિત્ર પરિવારની પ્રગતિ જાણવા તથા યાદોનો વારસો છે.
We are Social