Home » Canada » કોમેડી અભિનેતા કાદર ખાને કેનેડાની હોસ્પિટલમાં લીધો છેલ્લો શ્વાસ

News timeline

Bhuj
5 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
10 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

કોમેડી અભિનેતા કાદર ખાને કેનેડાની હોસ્પિટલમાં લીધો છેલ્લો શ્વાસ

નવી દિલ્હી :    બોલીવુડના દિગ્ગજ અભિનેતા કાદર ખાનનું 81 વર્ષની ઉંમરમાં મૃત્યું થયું છે. તમને જણાવી દઇએ કે, થોડાક દિવસ પહેલા તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી વેન્ટીલેટર (BIPAP) પર રાખવામાં આવ્યા હતા.

છેલ્લા ઘણા દિવસોથી તેમની સારવાર કેનેડાની એક હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો. કાદરખાને છેલ્લે 2015માં આવેલી ફિલ્મ ‘દિમાગ કા દહી’માં જોવા મળ્યા હતા.

કાદર ખાનના પુત્ર સરફરાજે આ વિશે એક અગ્રણી ન્યૂઝ એજન્સીને જાણકારી આપી હતી. તમને જણાવી દઇએ કે, કાદર ખાનને પ્રોગ્રેસિવ સુપ્રાન્યૂક્લીયર પાલ્સી ડિસઓર્ડર હતી, જેના કારણે તેમનું મગજ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

કાદર ખાનનો જન્મ 22 ઓક્ટોબર 1937માં કાબુલમાં થયો હતો. તેમણે 1973માં ‘દાગ’ ફિલ્મથી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તેમાં રાજેશ ખન્ના મુખ્ય ભૂમિકામાં હતા. અગાઉ તે રણધીર કપૂર અને જયા બચ્ચનની ફિલ્મ જવાની-દિવાની માટે મુખ્ય ડાયલોગ લખી ચૂક્યા છે. એક પટકથા લેખકના રૂપમાં ખાને મનમોહન દેસાઇ અને પ્રકાશ મેહરાની સાથે ઘણી ફિલ્મો લખી હતી.

ઉલ્લેખનીય છે કે કાદર ખાનનું સ્વાસ્થ્ય ખરાબ હોવાના સમાચાર સામે આવતા જ અમિતાભ બચ્ચને ટ્વિટ કરતા કહ્યું હતુ કે, ‘કાદર ખાન ઘણા જ પ્રભાવશાળી એક્ટર અને રાઇટર છે. જેઓ અત્યારે હૉસ્પિટલમાં ભર્તી છે. હું તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું.’ જણાવી દઇએ કે અમિતાભ બચ્ચન કાદર ખાન સાથે ‘મિસ્ટર નટવરલાલ’, ‘સૂર્યવંશમ’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘સુહાગ’ અને ‘શહેંશાહ’ જેવી ફિલ્મો કરી ચુક્યા છે.