Home » Canada » એશિયા સ્પેસિફિક અને અમેરિકાને બાયો-મેટ્રિક કાયદામાં આવરી લેવાશે

News timeline

Bollywood
4 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

India
7 hours ago

ડાન્સબાર બાબતમાં કડક નિયમો બનાવવામાં આવશે:મુખ્ય પ્રધાન ફડણવીસ

એશિયા સ્પેસિફિક અને અમેરિકાને બાયો-મેટ્રિક કાયદામાં આવરી લેવાશે

  • ૧૪ થી ૭૯ વર્ષ વચ્ચેના લોકોએ તેની બાયો-મેટ્રિક માહિતી પુરી પાડવી પડશે
  • બાયો મેટ્રિક ડેટાથી સરકારને અરજીઓના નિકાલમાં સરળતા રહેશે

ઓન્ટેરિયો : ડિસેમ્બરની ૩૧મીથી એશિયા અને એશિયા સ્પેસિફિક અને અમેરિકાના દેશોમાંથી આવતા નાગરિકો માટે કેનેડામાં ફિંગર પ્રિન્ટ અને ફોટોની જરૃરિયાત ફરજીયાત બનાવશે. કેનેડાના બાયો-મેટ્રિક્સ એક્સપાન્સનનો આ બીજો તબક્કો છે જેની શરૃઆત જૂન મહિનાથી કરવામાં આવી હતી અને યુરોપ, મધ્ય-પૂર્વ તથા આફ્રિકાના દેશોમાંથી આવતા અરજદારો આવરી લેવાંમાં આવ્યા હતા. આ કાયદા અંતર્ગત અરજદારોએ કેનેડાની સરકાર અરજદારોની ઓળખ માટે તે માટે ઉપયોગ કરી શકે તેવા હેતુથી તેના ફિંગર પ્રિન્ટ્સ અને ફોટો પુરા પાડવા જોઈએ. જે અરજદાર કેનેડાના પ્રવાસે નોકરી અથવા શિક્ષણ મેળવવા માટે કાયમી નાગરિકત્વ માટે તથા એક્પ્રેસ એન્ટ્રીના ઉમેદવારો તેમજ રાજયાશ્રય માંગનારાઓને લાગુ પડે છે. ૧૪ થી ૭૯ વર્ષ વચ્ચેના લોકોએ તેની બાયો-મેટ્રિક માહિતી પુરી પાડવી પડશે.

આશ્રય માંગનારાઓને આ નિયમમાંથી છૂટ આપવામાં આવી છે અને તેઓ માટે કોઈ વય મર્યાદા રાખવામાં આવી નથી.જે પ્રવાસીઓ વિઝામુક્ત દેશોમાંથી કેનેડાના પ્રવાસી તરીકે વેલીડ ઇલેક્ટ્રોનિક્સ ઓથોરાઈઝેશન(ઈ.ટી.એ.) ધરાવતા હોય તેમને માટે બાયો-મેટ્રીક્સની માહિતી આપવાની જરૃરત નથી. અરજદારોની બાયો-મેટ્રિક્સ માહિતી મેળવવાથી કેનેડાની સરકાર અરજીનો ઝડપથી નિકાલ કરી શકે છે અને અરજદાર કેનેડાના પ્રવાસ માટે જોખમી તો નથી ને તે જાણી શકે છે. વિઝા ઓફિસરો પ્રવાસીની ઓળખ માટે બાયો મેટ્રિક માહિતીનો ઉપયોગ કરી શકે તે માટે આ માહિતી જરૃરી છે.

બાયો મેટ્રિક વેરિફિકેશનથી નીચે મુજબની મદદ મળે છે.

  1. છેતરપિંડી કરનારો, ચોરી કરનારાઓ કે બીજાના ઓળખ પત્રનો ઉપયોગ કરનારાઓને ઝડપી શકાય છે.      
  2. અરજદારના ખોટા નામ, જન્મતારીખ, જન્મસ્થળ અથવા એવી બીજી માહિતી સંબંધી ભૂલોનો જલ્દી ઉકેલ લાવી શકાય છે.
  3. કેનેડામાં આવનાર વ્યક્તિ જયારે બીજી વખત અરજી કરે ત્યારે તેને સહેલાઈથી ઓળખી શકાય છે અને તેને ઝડપથી પ્રવેશ આપી શકાય છે.