Home » Canada » ચીનમાં કેનેડિયન પર દાણચોરી અને ડ્રગ્સમાંથી કમાણી કર્યાનો આરોપ

News timeline

Breaking News
20 mins ago

કોંગ્રેસના ગઢમાં ગાબડું – રાજુલા તાલુકા પંચાયત આંચકી લેતો ભાજપ

India
58 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
1 hour ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
1 hour ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
6 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
6 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

ચીનમાં કેનેડિયન પર દાણચોરી અને ડ્રગ્સમાંથી કમાણી કર્યાનો આરોપ

આરોપી નકારી નાગરિકે કોર્ટમાં અપીલ કરી

ઓટાવા : બીઈજિંગ અને ઓટ્ટાવાની વચ્ચે રાજકીય સંબંધોનો ચરુ ઉકળી રહ્યો છે એવા સમયે ચીનની સરકારે કેનેડાના નાગરિક પર દાણચોરી અને માદક દ્રવ્યોમાંથી ભારે મોટી કમાણી કરવાના આરોપ બદલ તેના પર કેસ કર્યો છે, એમ ચાઇનીસ મીડિયામાં જણાવવામાં આવ્યું હતું. ચીની સામ્યવાદી પાર્ટીનુ મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ એક ટેબ્લેટ અખબાર છે તેમાં આ કેનેડિયન નાગરિકનું નામ રોબર્ટ લોઇડ સેલેનબર્ગ હોવાનું જણાવ્યું હતું. સેલેનબર્ગ પર આ પહેલા દાણચોરીના ગુના બદલ આરોપ મુકવામાં આવ્યો હતો અને તેણે આરોપનો ઇન્કાર કરી અપીલ કરી હતી તેની સુનાવણી ૨૯મી ડિસેમ્બરે નક્કી કરવામાં આવી હતી. સેલેનબર્ગ પર ચીનના ડેલિયાન બંદરેથી માદક દ્રવ્યોની દાણચોરી અને તેમાંથી મોટે પાયે કમાણી કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો એમ ચીનની નવી ડેલીયન.રનસ્કાઈ.કોમ તરફથી જણાવવામાં આવ્યું હતું. જેનું સંચાલન ડેલીયનના સતાવાળો તરફથી કરવામાં આવે છે.

આ પોર્ટલે કટાક્ષમાં જણાવ્યું હતું કે, સેલેનબર્ગના વ્યક્તિત્વની પ્રસંશા કરવી જોઈએ. કારણ કે તેણે ચીનમાં માદક દ્રવ્યોની દાણચોરી કરવાની હિમ્મત કરી છે. પરંતુ તે જાણતો નથી કે ચીનના ક્રિમિનલના કાયદાઓમાં માદક દ્રવ્યોની દાણચોરી કરવાવાળાઓ માટે કોઈ દયા રાખવામાં આવતી નથી. ચીનમાં માદક દ્રવ્યોની ચોરી કરનારાઓને ૧૫ વર્ષથી આજીવન અને મોતની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે એમ ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું હતું. વર્ષ ૨૦૦૯માં ચીને એક બ્રિટિશ નાગરિક અકમલ શેખ હેરોઇનની દાણચોરી કરતા પકડાયો હતો એને મોતની સજા કરી હતી. શેખને કરવામાં આવેલી મોતની સજાથી બ્રિટનમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો હતો. કારણ કે, અકમલના આરોગ્યની તપાસ કરતા તે માનસિક રીતે બીમાર જણાયો હતો. ચીની સતાવાળોએ માદક દ્રવ્યોની ચોરીમાં ગુનેગાર ઠરેલા એક જાપનીઝ નાગરિક મિત્સુનોબુ એકેનોને પણ મોતની સજા ફટકારી હતી.