Home » Canada » બ્રામ્પ્ટનના ગુજરાતી સિનિયર્સ ક્લબનો કાર્યક્રમ : રાષ્ટ્રભક્તિના ગીત ગૂંજ્યા

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

બ્રામ્પ્ટનના ગુજરાતી સિનિયર્સ ક્લબનો કાર્યક્રમ : રાષ્ટ્રભક્તિના ગીત ગૂંજ્યા

સભ્યોની વર્ષગાંઠ અને લગ્નતિથિની ઉજવણી કરાઈ

બ્રામ્પ્ટન : ગુજરાતી સિનિયર્સ ક્લબ – બ્રામ્પ્ટનનો જાન્યુઆરી – ૨૦૧૯નો કાર્યક્રમ ખૂબ જ ઉમંગ, ઉત્સાહથી સુપેરે સંપન્ન થયો હતો. સમુહપ્રાર્થના બાદ ગાંધી બાપુની ૧૫૦મી જયંતી નિમિત્તે “વૈષ્ણવ જન તો તેને રે કહીએ” ભજન ઈશ્વરભાઈ પટેલના સહયોગમાં નગીનભાઈએ ગાઈ સંભળાવ્યું હતુ અને સૌએ સમુહગાન કર્યું હતુ. ભાગવતભાઈ પંડ્યાએ અને મનહરભાઈ શાહે યોગા અને હાસ્યયોગા કરાવ્યા હતા. દિલીપભાઈ પટેલે નવા વર્ષ નિમિત્તે શુભભાવના વ્યક્ત કરીને પ્રાસંગિક પ્રવચન કરી કાર્યક્રમની માહિતી આપી હતી. ઈશ્વરભાઈએ રાષ્ટ્રીયપર્વ ૨૬મી જાન્યુઆરી અનુસંધાને રાષ્ટ્ર ભક્તિગીત “એ મેરે વતન કે લોગો” સુરીલા કંઠે ગાઈ સંભળાવ્યું હતુ.

છોટુભાઈ પટેલે ૨૦૧૯ના નવા વર્ષમાં સંસ્થાવતી સૌનું સ્વાગત કરી વર્ષની શુભેચ્છા પાઠવી હતી. છોટુભાઈ પટેલે ભારતીય બંધારણ અનુસંધાને સંક્ષિપ્તમાં વાત કરી હતી. ત્યારબાદ ૬૯ પ્રજાસત્તાક દિન નિમિત્તે થનાર સેરીમોનીયલ પરેડની વિગતે વાત થઈ હતી. ત્યારબાદ સભ્યોની બર્થ ડે અને વેડીંગ એનીવર્સરીને સંગીતના સૂરે તેમજ સભ્યોએ ગાઈને ઉજવણી કરાઈ હતી. બાદમાં ડો. પ્રદ્યુમ્નભાઈએ “ઘરડા વગર ગાડું ન વળે” કહેવતને ઉજાગર કરતી યુવક-યુવતીના પ્રેમલગ્નની વાતો કહી હતી.

એમણે પોતાનું સ્વરચિત કાવ્ય “૨૦૧૯ના નવલા વર્ષાભિનંદન” ગાઇ સંભળાવ્યું અને વિગતે સમજ પણ આપી હતી. ચંદ્રકાન્તભાઈ શુક્લ તરફથી મકરસંક્રાંતિનું ધાર્મિક દ્રષ્ટિએ શું મહત્ત્વ છે તેની વાત કહેવાય હતી. અંતમાં કાંતિભાઈ મિસ્ત્રીએ સંસ્થાને સભ્યો તરફથી મળેલા ડોનેશનની જાહેરાત કરવામાં આવી હતી.