નવી દિલ્હી : આ ઘટના એક ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી છે. લાખો-અબજો રૂપિયાની છે. ચાવીની જેમ એક પાસવર્ડ છે. માત્ર એક શખ્સની પાસે જ પાસવર્ડ છે. આ શખ્સ ભારતની મુલાકાતે આવ્યો હતો અને તેની એક બીમારીનું કારણ મોત છે. આ શખ્સના મોત બાદ 190 મિલિયન ડોલર એટલે કે અંદાજે 1350 કરોડ રૂપિયાની કિંમતની ક્રિપ્ટોકરન્સી લૉક્ડ છે. એટલે સુદ્ધાં કે તેની પત્નીને પણ આ પાસવર્ડની ખબર નથી. મોટા-મોટા સિક્યોરિટી એક્સપર્ટ્સ પણ હવે આ કરન્સીને અનલોક કરી શકતા નથી.
30 વર્ષના મૃતકનું નામ ગેરાલ્ડ કૉટન અને તેની કંપનીનું નામ ક્વાડ્રિગાસીએક્સ છે. ડિસેમ્બર 2018મા આંતરડાના સંબંધિત બીમારીના લીધે ગેરાલ્ડનું મોત થયું. કંપનીના સોશિયલ મીડિયાના પેજના માધ્યમથી કહેવાયું છે કે ગેલાન્ડું મોત ભારતની યાત્રા દરમ્યાન થયું છે. એમ પણ કહેવાય છે કે તે ભારતમાં અનાથ બાળકો માટે એક આશ્રમ ખોલવાનો હતો.
ગેરાલ્ડના મૃત્યુના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે તેમની પત્ની જેનિફર રૉબર્ટસન અને તેની કંપની એ કેનેડાની કોર્ટમાં ક્રેડિટ પ્રોટેકશનની અપીલ કરી. અરજીમાં કહ્યું છે કે તેઓ ગેરાલ્ડના ઇનક્રિપ્ટેડ એકાઉન્ટ (જેમાં તેની સંપત્તિ છે)ને અનલૉક કરી શકયા નથી. આ એકાઉન્ટમાં લગભગ 190 મિલિયન ડોલરની ક્રિપ્ટોકરન્સી પણ લૉક્ડ છે. જો કે વાત એમ છે કે ગેરાલ્ડ જે લેપટોપથી પોતાનું બધું કામ કરતાં હતા, તે ઇનક્રિપ્ટેડ છે અને તેનો પાસવર્ડ તેની પત્ની જેનિફર પાસે પણ નથી.
31મી જાન્યુઆરી 2018ના રોજ ક્વાડ્રિગાસીએક્સે પોતાની વેબસાઇટના માધ્યમથી નોવા સ્કૉટિયા સુપ્રીમ કોર્ટમાંથી અપીલ કરી કે તેને મંજૂરી આપી દેવામાં આવે, આથી તે પોતાની આર્થિક સમસ્યાને હલ કરી શકે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે છેલ્લાં કેટલાંક સપ્તાહથી અમે અમારી આર્થિક સમસ્યાને હલ કરવા માટે કેટલાંક પ્રયાસ કર્યા છે. અમે ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટની ભાળ મેળવવામાં અને તેને સુરક્ષિત કરવાની કોશિષ કરી છે. અમારે અમા કસ્ટમર્સને તેમના ડિપોઝીટ પ્રમાણે પૈસા આપવાના છે પરંતુ અમે આમ કરવામાં અસમર્થ છે કારણ કે અમે આ એકાઉન્ટને જ એક્સેસ કરી શકતા નથી.
We are Social