Home » Canada » કોણ હતા ગેરાલ્ડ કોટન, જેમના મોત બાદ સલવાયા અબજો રૂપિયા

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

કોણ હતા ગેરાલ્ડ કોટન, જેમના મોત બાદ સલવાયા અબજો રૂપિયા

નવી દિલ્હી : કેનેડાના ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ ક્વાડ્રીગા સીએક્સની સ્ટોરેજ વોલેટ્સની ચાવીઓ ખોવાઈ જવાનો મામલો પ્રોજેક્ટ સાથે જોડાયેલા કેટલાક લીડર્સને વિચારવા પર મજબૂર કરી રહ્યા છે. કથિત રીતે મૃતક ગેરાલ્ડ કોટન પાસે 13 અબજ રૂપિયાના મુલ્યની ક્રિપ્ટોકરન્સીનો પાસવર્ડ હતો. તેમના મૃત્યુના સમાચાર પહેલીવાર 14 જાન્યુઆરીએ સામે આવ્યા હતા.

ક્વાડ્રિગા સીએક્સ એક્સચેન્જે પોતાના ફેસબુક પેજ પર કોટનના મોતના સમાચાર આપતા લખ્યુ કે, અમે અપાર દુખ સાથે જણાવીએ છીએ કે ક્વાડ્રિગા સીએક્સના કો-ફાઉન્ડર અને CEO ગેરાલ્ડ કોટનનું નિધન થયુ છે. ડિસેમ્બર 2018મા આંતરડાના સંબંધિત બીમારીના લીધે ગેરાલ્ડનું મોત થયું. કંપનીના સોશિયલ મીડિયાના પેજના માધ્યમથી કહેવાયું છે કે ગેલાન્ડું મોત ભારતની યાત્રા દરમ્યાન થયું છે. એમ પણ કહેવાય છે કે તે ભારતમાં અનાથ બાળકો માટે એક આશ્રમ ખોલવાનો હતો.

તેઓ ખુબજ દૂરંદેશી લીડર હતા, જેમણે પોતાની આસપાસના લોકોનું જીવન પલ્ટી નાખ્યુ હતુ. ગેરી ક્રોન્સ બીમારીના કારણે 9 ડિસેમ્બર 2018 મોતને ભેટ્યા. ગેરાલ્ડ કોટનની ઉંમર માત્ર 30 વર્ષની હતી. બ્લૂમબર્ગના પ્રોફાઈલ અનુસાર ગેરાલ્ડ 5 ફેબ્રુઆરી 2015થી ક્વાડ્રિગા સીએક્સના પ્રેસિડેન્ટ હતા. ડિસેમ્બર 2013થી 5 ફેબ્રુઆરી 2015 સુધી તેઓ કંપનીના CEO પદે રહ્યા.

ટોરંટોની યોર્ક યૂનિવર્સિટીમાં 2010માં બીબીએની ડિગ્રી મેળવનાર ગેરાલ્ડ ડિજીટલ કરંસીના ક્ષેત્રે 11 વર્ષનો અનુભવ હતો. તેઓ બિટકોઈન ફાઉન્ડેશનના સભ્ય પણ હતા. તેમણે 2013થી વૈંકુવર બિટકોઈન કોઓપના ડાયરેક્ટર રહી ચુક્યા છે. 2016માં આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે દાવો કર્યો હતો કે કેનેડાની બિટકોઈન માર્કેટમાં તેમની કંપનીની 80 ટકા ભાગીદારી છે.

ગેરાલ્ડના મોતના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે તેમની પત્ની જેનિફર રોબર્ટસન અને તેમની કંપનીએ કેનેડાની કોર્ટમાં ક્રેડિટ પ્રોટક્શનની આરજી કરી. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે ગેરાલ્ડના અનક્રિપ્ટેડ એકાઉન્ટ જેમા તેમની સંપત્તિનો સમાવેશ થાય છે અનલોક થઈ શકતી નથી. આ એકાઉન્ટમાં લગભગ 190 મિલિયન ડૉલરની ક્રિપ્ટોકરન્સી લૉક્ડ છે. 

વાત જાણે એમછે કે લાખો-અબજો રૂપિયાની છે. ચાવીની જેમ એક પાસવર્ડ છે. માત્ર એક શખ્સની પાસે જ પાસવર્ડ છે. આ શખ્સ ભારતની મુલાકાતે આવ્યો હતો અને મોતનું કારણ બીમારી છે. આ શખ્સના મોત બાદ 190 મિલિયન ડોલર એટલે કે અંદાજે 1350 કરોડ રૂપિયાની કિંમતની ક્રિપ્ટોકરન્સી લૉક્ડ છે. એટલે સુદ્ધાં કે તેની પત્નીને પણ આ પાસવર્ડની ખબર નથી. મોટા-મોટા સિક્યોરિટી એક્સપર્ટ્સ પણ હવે આ કરન્સીને અનલોક કરી શકતા નથી.