ટોરન્ટો : ડીસેમ્બરની શરૃઆતમાં ટોરન્ટોમાં સૌપ્રથમ વાર ઊમોમો ડીસ્કાઉન્ટ સ્ટોર્સના દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યાં ત્યારથી આ સસ્તી કિંમતના સ્ટોર્સમાં જાપાનની કાગળની કલાત્મક ચીજો, શ્રિમ્પની સુગંધ વાળી ચીપ્સથી લઇને શાકભાજી સમારવાના સાધનો તથા ટુથબ્રશ જેવી સસ્તી વસ્તુઓ ખરીદવા માટે લોકોએ લાંબી કતારો લગાવી હતી. ઊમોમોના અધ્યક્ષ એન્ડી ચેન જે વેનકૂવરમાં જાપાનના અનાજ કરીયાણાનો વેપારી છે તે આશા રાખે છે કે, તેના સ્ટોર્સમા આવાં દ્રશ્યોનું વારંવાર પુનરાવર્તન થતું રહેશે. હાલમાં તેઓના ચાર સ્ટોર્સ છે એ આગામી ત્રણ વર્ષમાં વધારીને નવા ૩૦ સ્ટોર્સ ખોલવાના લક્ષ્યાંક પર કામ કરી રહ્યાં છે.
ચેંગે જણાવ્યું હતું કે, લોકો અમને વધુને વધુ સ્ટોર્સ ખોલવાનો આગ્રહ કરી રહ્યાં છે. તેઓ પોતાના સ્ટોર્સમાં ડાઇસો અને સેરિયા બ્રાન્ડઝનું મોટાપાયે વેચાણ કરે છે. ઊમોમો એશિયન ગ્રુપ ઝડપથી પ્રગતિ કરી રહેલું રીટેઇલર્સનું ગ્રુપ છે. જે કેનેડામાં સસ્તા ભાવે ઘરવખરીનો સામાન વેચે છે. તે કેનેડીયન ઉપભોક્તાઓનો વિશ્વાસ બહુ ઝડપથી જીતી લઇ વિસ્તરણ કરી રહ્યો છે. ચાઇનીઝ ડીસ્કાઉન્ટ બ્રાન્ડ મિનિસો જાપાનીઝ તરીકે ઓળખાવે છે તેની મહત્વકાંક્ષી યોજના અનુસાર તે, વર્ષ ૨૦૨૦ના અંત સુધીમાં કેનેડાભરમા ૫૦૦ સ્ટોર્સ ખોલવાનો લક્ષ્યાંક ધરાવે છે.
ડીસેમ્બર ૨૦૧૭ સુધીમાં તેણે કેનેડામાં ૫૦ સ્ટોર્સ ખોલ્યાં હતાં. નિષ્ણાતે કહે છે કે, આટલી ઝડપથી બજારનો જે વિકાસ થયો છે તેનું કારણ કેનેડાની વસ્તી અને વૈવિધ્યમાં થયેલો વધારો છે. એશિયન દેશમાં કાચો માલ અને મજુરી સસ્તા હોવાથી એશિયન ઉત્પાદનોની માગમાં વધારો થયો છે.
રીટેઇલ કાઉન્સિલના વરિષ્ઠ સલાહકાર માઇકલ લેબ્લેન્ક કહે છે કે, કેનેડીયનો આ સ્ટોર્સમાં વ્યાજબી ભાવે સારી વસ્તુનો આગ્રહ રાખે છે અને અહીં એ બાબતે સંતોષ થાય છે. વ્યાપક પસંદગીનો વિકલ્પ મળી રહેતો હોવાથી તેમની મુંઝવણનો ઉકેલ મળી રહે છે.
We are Social