Home » Canada » હવે કેનેડામાં મકાન ખરીદવા કરતાં ભાડે રહેવું સસ્તું : એનબીસી

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
9 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
10 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
12 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
12 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

હવે કેનેડામાં મકાન ખરીદવા કરતાં ભાડે રહેવું સસ્તું : એનબીસી

  • વ્યાજદર અને માલિકીના મકાનના ભાવ વધી જતા કપરી સ્થિતિ સર્જાઈ

ઓન્ટેરિયો : કેનેડાના મોટા શહેરોમાં આજકાલ ભાડે રહેવું કે મકાન ખરીદવું એ વિષય પર લાંબી ચર્ચાઓ ચાલી રહી છે. નેશનલ બેન્ક ઓફ કેનેડાના એક અહેવાલમાં જણાવ્યા અનુસાર કેટલાંક વર્ષો પહેલાં મકાનના ભાવ બહુ ઝડપથી વધ્યાં છે અને આજે વ્યાજના દરમાં વધારો થતા સ્વાભાવિક રીતે જ મકાનોની ખરીદી મોંઘી બની છે. જયારે વર્ષો બાદ ભાડાના મકાનોમાં રહેવાનું સસ્તું બન્યું છે. એક અહેવાલ મુજબ વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિ-માસિક ગાળામાં મધ્યમ કદના બે બેડરૃમ કોન્ડોનું મોરગેજ પેયમેન્ટ વધીને ૨૦૦૦ ડોલર થાય છે.

અથવા એમ કહો કે બે બેડરૃમના કોન્ડોનું ભાડું દર મહિને ૧૫૦ ડોલર ઘટયું છે. પરંતુ કેનેડાના નાના-નાના શહેરોમાં પરિસ્થિતિ જુદી છે. જે રાષ્ટ્રીય આંકડાઓ છુપાવી રહ્યા છે. હકીકતે કેનેડાના ત્રણ સૌથી મોટા મેટ્રો શહેરો ટોરન્ટો, મોન્ટ્રિયલ અને વેનકુંવરમાં પણ મકાનની ખરીદી કરતા ભાડે રહેવું સસ્તું બન્યું છે. ૨૦૧૫ બાદ મકાનોનું ભાડું અને તેની કિંમતો બંનેમાં વધારા તરફી વલણ રહ્યા છે. મકાનની ખરીદીના ભાવ બહુ ઝડપથી વધ્યા છે. જયારે મોરગેજ તથા ભાડાના દર નીચા જ રહ્યા છે. આ જોતા તમે શું પસંદ કરશો ? મકાન ખરીદવાનું કે ભાડે રહેવાનું ? તે સવાલ મહત્વનો બન્યો છે.

એન.બી.એફ. અહેવાલના સહ-લેખક કાયલી ડે હેમ્સ કહે છે કે, આ અઘરો પ્રશ્ન છે. હાલમાં વ્યાજના દરો વધી રહ્યા છે. તેથી મને મકાનની ખરીદી કરતા ભાડે રહેવાનું વધુ સલામત લાગે છે. ખર્ચનો કેટલોક ભાગ વ્યાજની ચૂકવણીમાં જ ચાલ્યો જાય છે. આમ તમારા દેવામાં વ્યાજનો ભાગ વધે છે અને દેવું મોટું થતું જાય છે. દરેકે પોતાની ગણતરી મુજબ કામ કરવું જોઈએ. જો હાલમાં મકાનના ભાવ વધવાની ઝડપ ધીમી હોય તો તમે ડાઉન પેમેન્ટ માટેની રકમમાં મદદ કરી શકો છો. પણ જો ભાડામાંથી તમને કોઈ બચત ન થતી હોય તો પછી તમે જે મકાન બંધાતા હોય તેમાં ભાગીદારી કરી શકો છો, તે વધુ ફાયદારૃપ રહેશે. કારણ કે, મોડા વહેલા તમે મકાન ખરીદવાના જ છો.   માં વ્યાજબી ભાવે સારી વસ્તુનો આગ્રહ રાખે છે અને અહીં એ બાબતે સંતોષ થાય છે. વ્યાપક પસંદગીનો વિકલ્પ મળી રહેતો હોવાથી તેમની મુંઝવણનો ઉકેલ મળી રહે છે.