Home » Canada » ચૂંટણીમાં વસાહતીઓ વિરુદ્ધ ડરાવનારાઓથી સાવધ રહેવું : ટ્રુડો

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

ચૂંટણીમાં વસાહતીઓ વિરુદ્ધ ડરાવનારાઓથી સાવધ રહેવું : ટ્રુડો

  • ઉત્તર ન્યુ-બ્રુન્સવિકમાં શરણાર્થીઓએ યોજેલી બેઠકમાં પીએમનું સંબોધન
  • સહયોગ આપનારાઓને શરણાર્થીઓ સદા માટે યાદ રાખે

ન્યુ-બ્રુન્સવિક : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દેશની સામાન્ય ચૂંટણીમાં આજ-કાલ વસાહતીઓ સમસ્યા એક મોટી સમસ્યા તરીકે ઉછાળાઈ રહી છે. ત્યારે તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે, કેનેડીયનોએ વસાહતીઓ વિરુદ્ધ ડરાવવાનો વેપલો કરનારાઓથી સાવધ રહેવું જોઈએ. ગુરુવારે ઉત્તર ન્યુ-બ્રુન્સવિકના એક ટાઉન હોલમાં યોજાયેલી બેઠકમાં સિરિયાની શરણાર્થી યુવતીએ તેમના પરિવારને કેનેડામાં આશરો આપવા બદલ આભાર માનવા માટે યોજાયેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાને પોતાનું ઉપર મુજબનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

તસ્મિન અલીએ વડાપ્રધાનને તેના મૃદુ અવાજમાં જણાવ્યું હતું કે, હું સીરિયાથી ભારે યાતનાઓ વેઠીને કેનેડા આવી છું. અહીં મને આશરો આપવા બદલ હું તમારો આભાર માનુ છું. મીરમીંચીની એક હાઈસ્કૂલમાં એકઠા થયેલા આશરે ૨૫૦ લોકોના ટોળાએ તસ્મિનના આ શબ્દોને ઉષ્મા સાથે આવકાર્યા હતા.  ટુડોએ ટોળાને યાદ અપાવ્યું હતું કે, તેની લિબરલ સરકારે ૨૦૧૫-૧૬ દરમિયાન ૪૦૦૦૦ સીરિયનોને શરણાર્થી તરીકે કેનેડામાં રાજયાશ્રય આપ્યો છે. મારી સરકાર તેમને મદદ કરવા બદલ આનંદ અનુભવે છે. પરંતુ ટુડોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે લોકોને અહીં આશ્રય આપ્યો છે તે લોકોએ ધ્યાન રાખવાનું છે કે, તેઓને આશ્રય આપવામાં ચર્ચ, સામાજિક સંસ્થાઓ, પાડોશીઓ અને તેમના પરિવારોનો મોટો ફાળો છે અને તેઓ સીરિયનોને ફરીથી એક થવામાં સફળતા મળે તેવું ઈચ્છે છે. તેથી સીરિયનોને એમની આ સદભાવના યાદ રાખવી જોઈએ.

જે લોકો પોતાના ઉજ્વળ ભાવિ માટે અહીં આવ્યા છે. તેમને હું આવકાર આપું છું અને આશા રાખું છું કે, આપણે બધા સાથે મળીને કેનેડાના વિકાસ માટે કામ કરીશું. પરંતુ ટ્રુડોના અવાજનું આ આશાવાદી વલણ વસાહતીઓ સામે શંકા, અવિશ્વાસ અને ભય ફેલાવનારાઓની વાતો સાંભળીને સખત બની જાય છે. તે કહે છે કે, જયારે આપણે અસ્વસ્થ હોઈએ છીએ. ત્યારે આપણામાં ભયની લાગણી સ્વાભાવિક રીતે જ ઉભી થાય છે અને આપણે બીજા લોકો તરફ આંગળી ચીંધવા લાગીએ છે. કેટલાક લોકો વસાહતીઓ વિરુદ્ધ ભય, અસહિષ્ણુતા અને ગેરસમજણ ફેલાવે છે. જો કે, તેમણે કોઈ વ્યક્તિ કે જૂથનું નામ આપ્યું નહોતું.