Home » Canada » પેરેન્ટ્સ ગ્રાન્ડ-પેરેન્ટ્સ પ્રોગ્રામ સાઈટ ૬ મિનિટમાં બંધ થઈ ગઈ

News timeline

Cricket
7 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
7 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

પેરેન્ટ્સ ગ્રાન્ડ-પેરેન્ટ્સ પ્રોગ્રામ સાઈટ ૬ મિનિટમાં બંધ થઈ ગઈ

  • સાઈટ શરૃ થતાં જ મુલાકાતીઓનો ભારે ધસારો વર્તાયો
  • કમ્પ્યુટરના સ્ક્રીન પર ૨૭૦૦૦ અરજીઓ મળી

ઓન્ટેરિયો : બેનહામ એસ્ફાહની ઝાદેહે આખો દિવસ પેરેન્ટ્સ ગ્રાન્ડ-પેરેન્ટ્સ પ્રોગ્રામ માટે દસ્તાવેજ તૈયાર કરવામાં વ્યસ્ત રહ્યા બાદ તેના ધ્યાન પર આવ્યું હતું કે, કેનેડાના વસાહતી ખાતાની આ સાઈટ સોમવારે શરુ થયા બાદ ૬ જ મિનિટમાં બંધ થઇ ગઈ હતી. તેણે જયારે સબમિટ બટન દબાવ્યું ત્યારે કમ્પ્યુટરના સ્ક્રીન પર ૨૭૦૦૦ અરજીઓ મળી ગઈ હતી. અને ૨૦૧૯ માટેનો આ કાર્યક્રમ હવે બંધ કરી દેવામાં આવ્યો છે. સ્લોવાકિયામાંથી પોતાના માતા-પિતાને અહીં લાવવા ઉત્સુક બેનહામે કહ્યું હતું કે, આ મજાક હોય તેવું લાગે છે. બેનહામ ટોરન્ટોમાં આઈ.ટી. કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યો છે. તે ફરી એક વખત તેની પત્નીના માતા-પિતાને અહીં બોલાવી લેવાના પ્રયત્નમાં નિષ્ફળ ગયો હતો. તેણે કહ્યું હતું કે હું બહુ નિરાશ થયો છું. કેનેડામાં આમ થવું શકય નથી. કારણ કે બધા જ કેનેડીયનોને જો તેવું ઇચ્છતા હોય તો તેમાં વાલીઓને અહીં લાવવાનો અધિકાર છે.

કેનેડામાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો જો તેમના માતા-પિતા કે દાદા-દાદીને કેનેડિયન નાગરિક અથવા કાયમી વસાહતી તરીકે લાવવા ઇચ્છતા હોય તો એક કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે તે મુજબ હજારો લોકો પ્રયત્ન કરતા હોય છે તેવા લોકોમાંનો એક બેનહામ પણ છે. આ વખતે પણ બેનહામ જરા પણ બેદરકારી રાખવા માંગતો નહોતો અને તેણે અગાઉથી જ બધા દસ્તાવેજો તૈયાર કરી રાખ્યા હતા કે જેથી દસ્તાવેજોને ઝડપથી અપલોડ કરી શકાય, છતાં તે મોડો પડ્યો હતો. ગયા ઉનાળામાં પેરેન્ટ ગ્રાન્ડ પેરેન્ટ્સ સ્પોન્સરશિપ પ્રોગ્રામ માટે વહેલા તે પહેલાનું ધોરણ અપનાવવામાં આવ્યું હતું. ગયા ઉનાળામાં શરુ કરવામાં આવેલા આ પ્રોગ્રામ વિષે મોટી-મોટી વાતો કરવામાં આવી હતી પરંતુ હજારો લોકોને ફરી એક વખત નિરાશ થવું પડ્યું હતું. આ વખતે લિબરલ સરકારે ૨૦૧૯ના આ કાર્યક્રમ માટે ૨૦૦૦૦ માતા-પિતા અથવા દાદા-દાદીને પ્રાયોજિત કરવા માટે જાહેરાત કરી હતી. જે ૨૦૧૮માં ૧૭૦૦૦ હતી.