Home » Canada » કેનેડામાં ટેલિકોમ કંપનીને ઈન્ટરનેટના ઉપયોગ બદલ નોંધપાત્ર આવક

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

કેનેડામાં ટેલિકોમ કંપનીને ઈન્ટરનેટના ઉપયોગ બદલ નોંધપાત્ર આવક

  • કંપનીઓની જીબી દીઠ આવક ભારત કરતા ૭૦ ગણી અને ફિનલેન્ડ કરતા ૨૩ ગણી વધુ

ઓન્ટેરિયો : એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે, વાયરલેસ સેવા માટે કેનેડીયનો અન્ય ૩૦ દેશો કરતા વધુ નાણાં ચૂકવે છે. આવા અભ્યાસ કરતી એક સંસ્થા ટેફિશીયન્ટએ આ મહિનાની શરૃઆતમાં ઔદ્યોગિક અને વિકસિત એમ બંને પ્રકારના ૩૯ દેશોના મોબાઈલ ડેટાનો અભ્યાસ કરી તેનો એક અહેવાલ રજુ કર્યો હતો. આ અહેવાલના તારણો એવા છે કે કેનેડા સ્પેક્ટ્રમ બાબતે ફરી એક વખત પાછળ રહી ગયું છે અને જો પ્રતિ સીમકાર્ડ પ્રતિ ગીગાબાઈટનો હિસાબ કરવામાં આવે તો કુલ આવકમાં કેનેડા પાછળ છે. કેનેડાના સર્વિસ પ્રોવાઇડરો પ્રત્યેક જીબીમાંથી સૌથી વધુ આવક મેળવી ખિસ્સામાં સેરવે છે. એટલકે કે ૨૭ યુરો અથવા ૪૦ ડોલરની આવક તેઓ મેળવે છે. કેનેડીયનો દર મહિને માત્ર ૨ જી.બી. ડેટાનો ઉપયોગ કરે છે જયારે સ્પેક્ટ્રમના બીજા છેડે આપણે જોઈએ છીએ કે ફિનલેન્ડના ઉપભોક્તાઓ સૌથી વધુ એટલે કે દર મહિને ૧૪ જીબીનો ઉપયોગ કરે છે અને તેને માટે કંપનીઓ પ્રતિ જીબીના ૧ યુરો  એટલે કે ૧.૫૧ ડોલર વસુલ કરે છે. અહીં એ બાબતની નોંધ લેવી કે ટેફિસિયન્ટએ ૨૦૧૮ના પ્રથમ છ માસિકગાળાના આંકડા રજુ કર્યા છે. જયારે ૨૦૧૭માં બહુ થોડા ડેટા મેળવવામાં આવ્યા છે જેમાં કેનેડાનો પણ સમાવેશ થાય છે.

કેનેડીયનની ટેલિકોમ કંપનીઓની આવક જીબી દીઠ ભારત કરતા ૭૦ ગણી અને ફિનલેન્ડ કરતા ૨૩ ગણી વધુ થાય છે. તેને પરિણામે કેનેડામાં અન્ય દેશો કરતા મોબાઈલ સેવાનો સરેરાશ ઉપયોગ ઓછો થાય છે. ટેફિશિયન્ટ ભાર મૂકતાં કહે છે કે, અમારી સમીક્ષામાં એવું જણાયું છે કે, મોબાઈલની ઇન્ડસ્ટ્રી છેવાડાઓના ઉપભોક્તાઓ પાસેથી વધારે પ્રમાણમાં ચાર્જ લેવામાં આવે છે અને તેમની સેવાઓ પણ તે ચાર્જના પ્રમાણમાં નબળી હોય છે. આ કંપની એમ પણ કહે છે કે મોટા ભાગના ઉપભોક્તાઓને બહુ જુના પ્લાન આપવામાં આવે છે અને આ બાબતે તેમની પાસે કરાર કરવાની ફરજ પાડવામાં આવે છે. આ અભ્યાસ એવું નોંધે છે કે સી.આર.ટી.સી. એક માત્ર જાહેર સંસ્થા છે કે જેણે ૨૦૧૭નો ડેટા સંબંધી અહેવાલ ૨૦૧૮ના ડિસેમ્બર મહિનામાં રજુ કર્યો હોય.