Home » Canada » કેનેડામાં નવી નોકરી શોધનારાઓ માટે ૨૦૧૯માં ઉત્તમ તકો

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

કેનેડામાં નવી નોકરી શોધનારાઓ માટે ૨૦૧૯માં ઉત્તમ તકો

  • વર્ષ ૨૦૧૯માં વિવિધ વ્યવસાયોમાં કર્મચારીઓની ભારે માંગ રહેશે
  • રેનસ્ટેડ કેનેડાએ વિવિધ જરૃરિયાતો અંગે યાદી બહાર પાડી

ઓન્ટેરિયો : કેનેડામાં નવી નોકરીઓ શોધનારા માટે હાલનો સમય ઘણો ઉત્તમ છે. માનવ સંશાધન વિકાસ કંપની રેનસ્ટેડ કેનેડાએ વર્ષ ૨૦૧૯માં કેનેડાને જે નોકરીઓ માટે મોટા પ્રમાણમાં માનવ બળની જરૃર પડશે એવી નોકરીઓની એક યાદી જાહેર કરી છે. જેમાં જુદાં જુદાં ક્ષેત્રો અને હોદ્દાનો સમાવેશ થાય છે. રીટેઇલ ક્ષેત્રમાં નિરાશ અને ધૂંધળુ વાતાવરણ હોવા છતાં સેલ્સ એસોસિએટ્સ અને મર્ચન્ડાઇઝર્સના નામ આ યાદીમાં છે. રેનસ્ટેડના ટેકનોલોજી પ્રેસિડેન્ટ કેરોલીન લેવીએ મીડિયાને જણાવ્યું હતું કે, આ પદો ઉપભોક્તાઓની માંગ પર આધારિત છે. આથી અમને કહેવામાં આવ્યું છે કે, રિટેઇલ ક્ષેત્રના વધુ વિકાસ માટે ઉપભોક્તા આવી વધુ માંગણી કરે છે તેથી રિટેઇલ ક્ષેત્ર માટે આ સારા સમાચાર ગણાય. લેવીએ કહ્યું હતું કે, આ યાદીમાં ઘણી નવીનતા અને વિવિધતા જોવા મળે છે. તે અર્થતંત્રની મજબૂતાઈ દર્શાવે છે. બેકારીનું પ્રમાણ ઘટયું છે. કેટલાક જૂથો કહે છે કે, આને કારણે મૂડી રોકાણ મર્યાદિત થઇ જશે. પરિણામે અર્થતંત્ર પર અસર થશે. પરંતુ નોકરી વાંછૂઓને કે અર્થતંત્રને કોઇ નુકસાન થયું હોય એવું લાગતું નથી.

વર્ષ ૨૦૧૯ દરમિયાન વિવિધ ક્ષેત્રમાં માણસોની ભારે માંગ છે. વર્ષ ૨૦૧૯ દરમિયાન કેનેડામાં જે ક્ષેત્રોમાં માનવ સંસાધનોની ભારે માંગ રહેશે, તેની એક યાદી રેનસ્ટેડ કેનેડા તરફથી જાહેર કરવામાં આવી છે. જે મુજબ સેલ્સએસોસિએટ્સ, એડમિનિસ્ટ્રેટીવ આસિસ્ટન્ટ ડ્રાઈવર, ડેવલોપર્સ, રિસેપ્શનિસ્ટ, કેશિયર, જનરલ લેબર, પ્રોજેક્ટ મેનેજર, એકાઉન્ટ મેનેજર, વેલ્ડર, એકાઉન્ટટ, રજીસ્ટર્ડ નર્સ, ઇલેક્ટ્રીકલ એન્જિનિયર, એચઆર મેનેજર તથા મર્ચન્ડાઇઝર્સની જગ્યા પર ભરતી થશે. આ કંપનીએ કેનેડામાં ઉભરી રહેલી ટોચ કક્ષાની નોકરીઓની યાદી પણ પ્રકાશિત કરી છે.

છેલ્લા કેટલાંક વર્ષોના વલણને ધ્યાનમાં લઇને યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે ટેકનીકલ ક્ષેત્રનો સમાવેશ થાય છે.