Home » Canada » ઓન્ટેરિયોમાં બરફ વર્ષા સાથે માર્ગો લપસણા બનતાં ૧૭ વાહનો વચ્ચે અથડામણ

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
9 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
10 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
12 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
12 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

ઓન્ટેરિયોમાં બરફ વર્ષા સાથે માર્ગો લપસણા બનતાં ૧૭ વાહનો વચ્ચે અથડામણ

  • ખરાબ હવામાનને કારણે વહીવટી કામકાજ ઠપ, સ્કૂલ બસો પણ બંધ કરી દેવાઈ

ઓન્ટેરિયો : ઓન્ટેરિયોની પ્રોવિન્સિયલ પોલીસે જણાવ્યું હતું કે, બુધવારે સવારે માર્ગો પર સખત બરફ છવાઈ જતા ડ્રાઇવરો માટે વાહન ચલાવવાનું ભારે મુશ્કેલ બન્યું હતું અને લપસણા માર્ગો ઉપર ઓછામાં ઓછા ૧૭ વાહનો અથડાઈ પડ્યા હતા. ઓન્ટેરિયો પ્રોવિન્સિયલ પોલીસના સાર્જન્ટ લોરા બ્રાઉને જણાવ્યું હતું કે, દિવસના અંત સુધીમાં હજુ અથડામણનો આંકડો વધવાની શકયતા છે. જો કે, આ અથડામણોમાં કોઈ ઇજા થઇ હોવાના સમાચાર મળ્યા નથી. કેનેડાના હવામાન ખાતાએ જણાવ્યું હતું કે લંડન, ઓન્ટેરિયો અને તેની આજુબાજુના વિસ્તારોમાં સખત ઠંડી સાથે વરસાદ પડવાની જે ચેતવણી આપવામાં આવી છે તે હજી અમલમાં છે. પોલીસે ડ્રાઇવરોને ચેતવણી આપી હતી કે, વાહન ચલાવતી વખતે એક-બીજાથી સારું એવું અંતર રાખે અને વાહન ધીમે ચલાવવાની કાળજી રાખે.

થેમ્સ વેલી ડીસ્ટ્રીકટ સ્કૂલ બોર્ડ અને લંડન ડીસ્ટ્રીકટ કેથોલિક સ્કૂલ બોર્ડે શાળાઓ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. ખરાબ હવામાનને કારણે વહીવટી કામકાજો પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને તેથી લંડન તેમજ આજુ-બાજુના વિસ્તારમાં શાળાની બસ સર્વિસ પણ રદ્દ કરવામાં આવી છે. આ સિવાય વેસ્ટર્ન યુનિવર્સીટીના કેમ્પસમાં લેવાતા ક્લાસીસ અને અન્ય કામો પણ રદ્દ કરવામાં આવ્યા છે. લંડનના કમ્યુનિટી સેન્ટરો ખુલ્લા રહ્યા હતા અને અહીં મોટેભાગે સવારે અને બપોરે રિસેપ્શનના કાર્યક્રમો ચલાવવામાં આવ્યા હતા. સિટી ઓફ લંડનના જણાવ્યા મુજબ શાળાઓની બહાર સ્પેક્ટ્રમ કાર્યક્રમો ચલાવવામાં આવ્યા હતા. સ્ટોરી બુક ગાર્ડનસ સ્કેટ ટ્રેડ્સ બંધ કરી દેવામાં આવ્યા હતા. જરૃર પડ્યે કસ્ટમર સર્વિસ ૫૧૯-૬૬૧-૫૫૭૫નો સંપર્ક સાધી કાર્યક્રમો ચાલી રહ્યા છે કે નહિ તેની ખાતરી કરી લેવી.

ડ્રાઇવરો અને પગે ચાલનારાઓને ચેતવણી આપવામાં આવે છે કે, દક્ષિણ પશ્ચિમ ઓન્ટેરિયોમાં બુધવારે સવારે વરસાદ અને બરફ પાડવાની શકયતા છે.      

——————– e