Home » Canada » કાઉન્સિલ ઓફ ગુજરાતી કેનેડીયન્સ દ્વારા વોલીબોલ ટૂર્નામેન્ટ

News timeline

Cricket
7 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

કાઉન્સિલ ઓફ ગુજરાતી કેનેડીયન્સ દ્વારા વોલીબોલ ટૂર્નામેન્ટ

  • પીપીવીસી-એની ટીમ ચેમ્પિયન બની, જયારે સ્કારબોરોની ટીમ રનરઅપ રહી

ઓન્ટેરિયો : કાઉન્સિલ ઓફ ગુજરાતી કેનેડિયન્સ દ્વારા ગત ૨૬મી જાન્યુઆરીએ યોજાયેલી ર્વાિષક વોલીબોલ ટૂર્નામેન્ટમાં ગુજરાતી સમાજની વિવિધ જ્ઞાાતિઓની કુલ ૨૮ ટીમોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૃઆતમાં અરસદ બાલા અને ઈસ્માઈલ ભૈયાતે સ્વાગત પ્રવચન કર્યું હતુ. આ સાથે સંસ્થાનો ઉદ્દેશ્ય અને ટૂર્નામેન્ટના નિયમોની જાણકારી અપાઈ હતી. સીજીસી દ્વારા દરેક ટીમના સભ્યો તથા મહેમાનો માટે આખા દિવસ દરમિયાન ભોજન તથા સમોસા કોફી, પાણી અને ઠંડા પીણાની વ્યવસ્થા કરાઈ હતી. ટૂર્નામેન્ટના અંતે હનીફભાઈ તથા ઝાકીરભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરી સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.

આ કાર્યક્રમનું સંચાલન અબ્દુલ હુક્ક ઈંગારે કર્યું હતુ. ઈકબાલ પટેલે દરેક ટીમના સભ્ય, કાર્યકર્તા અને સ્પોન્સરોનો સહયોગ બદલ આભાર માન્યો હતો. ટૂર્નામેન્ટને સફળ બનાવવા મજીદભાઈ બાલા, શબ્બીર કીકા, અરસાદ બાલા, ઈસ્માઈલ ચાવાલા, ઈસ્માઈલ હાફેઝી, અબ્દુલ કાદીર ઈંગાર, સલીમ ચૌહાણ, મુન્ના નાખુદા, સૌએબ ચૌહાણ, પ્રતીક પટેલ, દીક્ષીત પટેલ, ધવલ પટેલ તથા અજય પટેલે ભારે જહેમત ઉઠાવી હતી. વિજેતા પીપીવીસી ટીમને સીજીસી તથા ગુજરાતી સમાજના મજીદભાી બાલાના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. સ્કારબોરોની ટીમ રનરઅપ થઈ હતી. જયારે સૂટર એ ની ટીમ સેકન્ડ રનરઅપ રહી હતી. આ ઉપરાંત ટીમ સ્પીરીટ પીપીવીસી-સી, બેસ્ટ પ્લેયર તરીકે ઉસ્માન લીંબોડા, બેસ્ટ નેટ પ્લેયર તરીકે ઈમરાન પટેલ તથા ઈમેરજીંગ પ્લેયર તરીકે હમઝા વાઝીને જાહેર કરાયા હતા.