Home » Canada » કેટલાક કેનેડાના કાયમી નિવાસીઓને ટ્રમ્પના આદેશમાંથી મુકિત મળશે

News timeline

Football
45 mins ago

કન્ફડરેશન કપ : જર્મની અને ચીલી વચ્ચેની રોચક મેચ ડ્રો

Headline News
3 hours ago

શ્રીકાંત ઓસ્ટ્રેલિયન સુપર સિરિઝની સેમિ ફાઈનલમાં

Top News
4 hours ago

ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂસ્ખલન થતા 100 જણા દટાયાઃ બચાવકાર્ય ચાલુ

Bollywood
5 hours ago

હિરાનીની દત્ત ફિલ્મ માર્ચ ૨૦૧૮માં રજૂ કરાશે

Delhi
6 hours ago

મોદી અમેરિકા સહિત 3 દેશોના પ્રવાસેઃ ટ્રમ્પ સાથે લેશે વ્હાઈટ હાઉસમાં ડિનર

Football
7 hours ago

મેસી જેલની સજાને બદલે ૫.૫૮ લાખ ડોલર ચૂકવવા તૈયાર

Canada
7 hours ago

વિકસતા જતા ઇન્ટરનેટ ઉદ્યોગ પર કર લાદવાની ભલામણ ટ્ર્ડોએ ફગાવી

Breaking News
7 hours ago

મહેસાણા સબજેલના કેદીએ સંડાસમાં જઈ પોતાનું જ ગુપ્તાંગ કાપી નાંખ્યું !

Breaking News
9 hours ago

પ્રાંતિજમાં પિતાએ જ પુત્રીની હત્યા કરી લાશ ખેતરમાં દાટી

Bollywood
9 hours ago

મોડલિંગથી ખુબ જ ફાયદો થયો છે : કૃતિ સનુન

Gujarat
9 hours ago

રાજપીપળા હોટલમાં વડોદરા કોંગ્રેસના મંત્રીનો આપઘાત

World
9 hours ago

કતાર સાથે રાજકીય સંબંધો યથાવત કરવા પાડોશી દેશોએ ૧૩ શરતો મૂકી

કેટલાક કેનેડાના કાયમી નિવાસીઓને ટ્રમ્પના આદેશમાંથી મુકિત મળશે

  • નાગરિકે અરજી કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશે

વોશિંગ્ટન : કેનેડામાં કાયમી વસનારા અને અમેરિકાએ પ્રતિબંધિત કરેલા છ મુસ્લિમ રાષ્ટ્રો પૈકીના કોઈ પણ દેશની નાગરીકતા ધરાવનારાઓને અમેરીકામાં પ્રવેશ મળવાની શકયતા ઘણી જુજ થતી જોવા મળી રહી છે. સોમવારે કરવામાં આવેલી જાહેરાત મુજબ જાન્યુઆરીમાં થયેલી જાહેરાતનું આ નવુ વર્ઝન છે. જેમાં જણાવાયું છે કે કેનેડાના કાયમી નિવાસીઓને અમેરીકામાં પ્રવેશ મળી શકશે, પરંતુ એને માટે એવા નાગરીકે પ્રતિબંધ હટાવવા માટે અરજી કરવી પડશે અને એની ચકાસણી બાદ મંજુરી મળી શકશે. ફેડરલ ઈમીગ્રેશન મિનીસ્ટર અહેમદ હુસેને આ જાહેરાત કરતા કહ્યું હતું કે અમેરીકાની સરકાર આ નિર્ણય પ્રત્યે કેટલી કડક છે કે ઉદાર બનશે એ દરેક કેસ પર આધારીત હશે. હજુ એ સ્પષ્ટ કરાયું નથી કે અરજી કેનેડામાં કરવાની રહેશે કે અમેરીકન કોન્સ્યુલેટમાં કરવી પડશે. કેનેડાના વિદેશ વિભાગે અમેરીકા ખાતેના સમકક્ષ અધિકારીઓ સાથે સ્પષ્ટતા માટેની વાટાધાટો શરૃ કરી દીધી છે. એમ કેનેડાના ઈમિગ્રેશન મંત્રાલયના પ્રવકતાએ સોમવારે કહ્યું હતું. કેનેડાના પબ્લીક સેફટી મિનીસ્ટર રાલ્ફ ગોડાલેએ કહ્યું હતું કે આ માફીની અરજીથી વિઝા મેળવવાની પ્રક્રિયામાં મોટો ફેર નહીં પડે. કેનેડાના કાયમી નિવાસી અને મુસ્લિમ દેશના નાગરીક હોય એવા કિસ્સામાં સમય લાગી શકે છે. કેનેડાના ટોચના ઈમિગ્રેશન લોયર કહે છે કે માફીની અરજીની પ્રક્રિયા સામાન્ય વિઝાની પ્રક્રિયા કરતા કદાચ વધુ સમય પણ લઈ શકે છે. જો કે યુનાઈટેડ કીંગ્ડમ કે ઓસ્ટ્રેલીયાના કાયમી નિવાસીઓ માટે અમેરીકાએ કોઈ માફીની અરજીની જોગવાઈ રાખી નથી એ કેનેડા માટે મોટી વાત હોઈ શકે છે.