Home » Canada » વાન્કુવરમાં ટેક્ષને કારણે રીયલ એસ્ટેટમાં ચીનની ઈન્કવાયરીને અસર

News timeline

Gujarat
10 mins ago

અંબાજીમાં ૩૧મીથી શરૃ થનારા ભાદરવી મહાકુંભની તૈયારી

Canada
13 mins ago

કેનેડિયન ઈન્ડિયન એસોસિયેસન દ્વારા ૭૧માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી

Football
13 mins ago

નેમાર બાદ મેસી પણ બાર્સેલોના ક્લબ છોડે તેવી શક્યતા

Bollywood
2 hours ago

બરેલી કી બરફી બોક્સ ઓફિસ પર સફળ

Gandhinagar
4 hours ago

ગુજરાતમાં અડદ, તુવેરનું વાવેતર ઓછું થયું

Headline News
4 hours ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિંધુનો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

Canada
4 hours ago

ગુજરાતી સિનીયર્સ દ્વારા ૧૦ દિવસની ઈસ્ટ કોસ્ટ ટુર યોજાઈ

Gujarat
5 hours ago

રાજકોટ માર્કેટયાર્ડમાં હડતાળ, ૧૦ કરોડનું ટર્નઓવર અટક્યું

India
6 hours ago

ઈન્ડિગોના એરબસ-એ-૩૨૦ નિયો વિમાનોના એન્જીનમાં ગંભીર ક્ષતિ

India
6 hours ago

મોટરમેનની સતર્કતાને લીધે કલ્યાણમાં બે ટ્રેન વચ્ચે ટક્કર થતાં રહી ગઈ

Delhi
6 hours ago

રેલવે દુર્ઘટનાઓના પગલે રેલમંત્રી સુરેશ પ્રભુનો રાજીનામાનો પ્રસ્તાવ

Gujarat
6 hours ago

ફ્રાન્સ અને જર્મનીના ૯ વિદ્યાર્થીઓ એમએસયુમાં ભણવા આવ્યા

વાન્કુવરમાં ટેક્ષને કારણે રીયલ એસ્ટેટમાં ચીનની ઈન્કવાયરીને અસર

  • નવા વેરા વિશેની સ્પષ્ટતા થયા બાદ જાન્યુઆરીથી થોડો તફાવત

વાન્કુંવર : કેનેડામાં છેલ્લા થોડા સ્મયથી ચીનના રોકાણકારો મોટા શહેરોમાં પ્રોપર્ટી માટે મોટાપાયે ઈન્કવાયરી કરતા હતા. પરંતુ જયારે વાન્કુવરના સત્ત્।ાવાળાઓએ વિદેશી નાગરીકો દ્વારા ખરીદવામાં આવતી પ્રોપર્ટી ઉપર વધારાનો ટેકસ લાદયો ત્યારથી એની અસર જોવા મળી રહી છે. હવે ચીનના રોકાણકારોની ઈન્કવાયરી થંભી ગઈ છે. વાન્કુવરમાં એકત્ર થયેલા ડેટા મુજબ મોટાભાગના રોકાણકારો વિદેશના અને ખાસ કરીને ચીનના છે. જેના આધારે જ આ ટેકસ લાદવામાં આવ્યો હતો.

સોથબીના ઈન્ટરનેશનલ રીયલ્ટી કેનેડા અને જુવાઈ ડોટકોમ દ્વારા મંગળવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે જુલાઈ ર૦૧૬માં વાન્કુવરના રીયલ્ટી માર્કેટમાં ચીનની ઈન્કવાયરીમાં ૮૧ ટકાનો દ્યટાડો જોવા મળ્યો હતો. જેનું કારણ ૧પ ટકા ટેકસ જ હતો. ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં પણ એ દ્યટાડો જારી રહ્યો હતો. અહેવાલમાં જણાવાયું હતું કે જુવાઈ ડોટકોમ પર આવતી ઈન્કવાયરીના આધારે સ્પષ્ટ થાય છે કે વાન્કુવરના રીયલ્ટી માર્કેટમાં ચીનનો જે રસ હતો એ દ્યટી રહયો છે. અહેવાલમાં એમ પણ જણાવાયું  છે કે કાલગેરી, ટોરન્ટો અને મોન્ટ્રીઅલમાં ચીનના રોકાણકારોની ઈન્કવાયરીઓ વધારે છે એવું પણ નથી. જો કે નવા વેરા વિશેની સ્પષ્ટતા થયા બાદ જાન્યુઆરીથી થોડો તફાવત જોવા મળી રહયો છે.