Home » Canada » લિબરલ સરકાર કેનેડાના એરપોર્ટસનું ખાનગીકરણ કરશે

News timeline

Gujarat
4 hours ago

ફ્રેન્ચ ઓપન : અપસેટ ના થાય તો નડાલ અને યોકોવિચ સેમિફાઈનલમાં ટકરાશે

Entertainment
4 hours ago

ડીકેપ્રીઓના ગર્લફ્રેન્ડ નીના સાથે સંબંધો અંતે તૂટી ગયા

Bhavnagar
6 hours ago

ભાવનગરમાં જાલીનોટ છાપવાની ફેકટરી ઝડપાઈ

Entertainment
6 hours ago

નામકરણમાં રીમાની જગ્યા પર હવે રાગીણી શાહ

Cricket
7 hours ago

ફ્રેન્ચ ઓપન : ફેડરર સહિત ઘણા સ્ટાર ખેલાડી નહીં રમે

Bollywood
8 hours ago

રીતિક રોશન હજુ પૂર્વ પત્ની સુઝેનની પુરતી કાળજી લે છે

Canada
9 hours ago

ઘોડાગાડી પર પ્રતિબંધ મુકવાની તરફેણમાં ૩૪૦૦૦ સહી સાથે કયુબેકે પીટીશન દાખલ કરી

World
9 hours ago

જર્મનીના પ્રખ્યાત બીયર ફેસ્ટિવલ માટે સાત કિલોમીટર લાંબી પાઈપલાઈન નંખાઈ

India
9 hours ago

સેનાને મળી મોટી સફળતા, બુરહાન બાદ હિજબુલ મુજાહિદ્દીનની કમાન સંભાળતો સબજાર ઠાર મરાયો

Bangalore
9 hours ago

ઝારખંડમાં ૧૦૦ માઓવાદીઓેનો રેલવે સ્ટેશન પર હુમલો : આગ ચાંપી ભાગી ગયા

Ahmedabad
9 hours ago

હું કોંગ્રેસમાં જ છું ક્યાંય જવાનો નથી- શંકરસિંહ વાઘેલા

Entertainment
10 hours ago

મોની રાય અક્ષય સાથે કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર

લિબરલ સરકાર કેનેડાના એરપોર્ટસનું ખાનગીકરણ કરશે

  • આગામી બજેટમાં ખાસ જોગવાઈ કરવા લિબરલ સરકારની તૈયારી

ઓટાવાઃ કેનેડાના મોટાભાગના એરપોર્ટ ટૂંક સમયમાં ઓકશન બ્લોક પર જોવા મળશે કેમ કે, આગામી બજેટમાં એરપોર્ટના ખાનગીકરણથી સરકાર મોટી રકમ ઉભી કરી લેવા માંગે છે. લિબરલ પાર્ટીની ફેડરલ સરકારે એર પોર્ટના સંચાલનની જવાબદારી ખાનગી ક્ષેત્રને સોંપવાનું નકકી કરી લીધું છે. જેમાં એરપોર્ટ બિલ્ડીંગના વિસ્તરણ પણ થઈ શકશે. આવનારા બજેટમાં એ બાબતના સંકેતો મળી જશે કે કયું એરપોર્ટ સરકાર માટે કેટલું મહત્વનું છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર માર્ક ગ્રેનેઉ આ પ્રોજેકટમાં મહત્વની ભુમિકા અદા કરશે. ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા સૂત્રએ જણાવ્યું હતું કે આ વાત અમે પણ સાંભળી છે અને ખરેખર એવું થશે તો કેનેડાના એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીઓના હાથમાં જશે.

વાન્કુંવર એરપોર્ટ ઓથોરીટીએ કહ્યું હતું કે ફેડરલ સરકાર એરપોર્ટના ખાનગીકરણના આ પગલાથી ૮.૭ બિલીયન યુએસ ડોલરથી ૪૦.૧ બિલીયન યુએસ ડોલર જેટલી રકમ મેળવી શકશે. જેમાં દેશના મોટા આઠ એરપોર્ટનો સમાવેશ થાય છે. જેમાં ટોરન્ટોના પીયરસન ઈન્ટરનેશનલ એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. સરકાર આ નાણાનો ઉપયોગ દેશના ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે કરશે. ખાનગીક્ષેત્રના ઈન્વેસ્ટરો આ પ્રોજેકટમાં રસ લઈ રહયા છે. જેમાં પેન્શન ફંડ મેનેજર્સ પણ છે. જો કે એમાં વળતરનું પ્રમાણ ઓછું હશે છતાં એ ઈન્વેસ્ટમેન્ટ સલામત ગણાશે.