Home » Canada » એકસપ્રેસ એન્ટ્રીના માર્ચના ડ્રોમાં પણ સીઆરએસ પોઈન્ટસનું પ્રમાણ ઘટયું

News timeline

Ahmedabad
38 mins ago

નરોડા હત્યાકાંડ કેસમાં ૩૨ સાક્ષીઓ તપાસવા બચાવ પક્ષે અરજી

Headline News
57 mins ago

અમેરિકામાં પટેલ સ્ટોર માલિકે લૂંટારાને મારી-દબોચી પોલીસ હવાલે કર્યો

Delhi
1 hour ago

ગૌહત્યા કરનારાને ફાંસીની સજા કરો : રાજ્યસભામાં સ્વામીનું વિવાદિત બિલ

Breaking News
2 hours ago

MLA તેજશ્રીબેનના PA દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

Ahmedabad
2 hours ago

અમદાવાદની યુવતી સાઉદીમાં અરબ શેખની ચુંગાલમાં ફસાઈ

Ahmedabad
3 hours ago

કેનેડામાં સ્ટુડન્ટ વિઝાના બહાને ૪૫.૩૮ લાખની ઠગાઇ

Ahmedabad
4 hours ago

કોંગ્રેસમાં આંતરિક ડખા -અમદાવાદ જિ.પંચાયતનું બજેટ નામંજૂર

Ahmedabad
5 hours ago

કોર્પોરેશનોમાં ડેપ્યુટી કમિશનર તરીકે સરકારી અધિકારી મૂકી શકાશે

Gandhinagar
7 hours ago

શાહ પંચનો રિપોર્ટ મુદ્દે વિધાનસભામાં બીજે દિવસે પણ ધમાલ

Bhuj
8 hours ago

દ્વારકાધીશનાં જગતમંદિરે કુંડલાભોગ અને કુનવારા ભોગ ઉત્સવની ઉજવણી

India
10 hours ago

કેરળ: 12 વર્ષના છોકરાના 16 વર્ષની તરૂણી સાથે સેક્સ સંબંધ, પિતા બનતા ગુનો નોંધાયો

Research
10 hours ago

ડીએનએમાં અકળ ખામી સર્જાવાને કારણે કેન્સર થાય છે : સંશોધનનું તારણ

એકસપ્રેસ એન્ટ્રીના માર્ચના ડ્રોમાં પણ સીઆરએસ પોઈન્ટસનું પ્રમાણ ઘટયું

  • અંદાજે ૩૮૮૪ અરજદારોને ઈન્વીટેશન ટુ એપ્લાઈના લેટર આપવામાં આવ્યા

ઓન્ટેરિયો : તાજેતરમાં જ આ માસના આરંભે કેનેડામાં એકસપ્રેસ એન્ટ્રીનો સૌથી મોટો ડ્રો થયો હતો. જેમાં આવશ્યક કોમ્પ્રીહેન્સીવ રેંકીંગ સિસ્ટમ (સીઆરએસ) પોઈન્ટનું પ્રમાણ ૪૩૪ જેટલું જ રહ્યુ હતું. એટલા પોઈન્ટ ધરાવનાર ઉમેદવારને કેનેડામાં કાયમી વસવાટની પરવાનગી મળી હતી. આ ડ્રોમાં અંદાજે ૩૮૮૪ અરજદારોને ઈન્વીટેશન ટુ એપ્લાઈના લેટર આપવામાં આવ્યા હતા.

સીઆરએસ પોઈન્ટસમાં ઘટાડાનો સીધો અર્થ એ થાય છે કે કેનેડામાં કાયમી વસવાટ માટેના ઉમેદવારોની સંખ્યા વધશે તેમજ તેમની સાથે રહેનારા પરીવારના સભ્યો પણ વધશે. રરમી ફેબ્રુઆરીએ થયેલા ડ્રોમાં સીઆરએસ પોઈન્ટસનું સ્તર ૪૪૧ કે તેથી વધુનું હતું. જયારે આ વખતે ૪૩૪ કે એથી વધુ પોઈન્ટસ ધરાવનારાઓને તક આપવામાં આવી છે.

ર૯ વર્ષીય અબ્દુલને કેનેડાની બહારથી ગ્રેજયુએશન હોવા છતાં ત્રણ વર્ષના સ્કીલ્ડ વર્કનો અનુભવ હોવાથી તક મળી છે. એને મુખ્ય ભાષા તરીકે ઈંગ્લીશનુ જ્ઞાાન છે અને જે કેનેડીયન લેંગ્વેજની બરોબરીનું હોવાથી સીએલબી-૯ પોઈન્ટ મળ્યા અને વાંચવા અને લખવાની બાબતના એડવાન્સ પોઈન્ટ તરીકે એને મળ્યા હતા. એના ૪૩પ પોઈન્ટસ થયા હતા. ૩પ વર્ષીય સેલીન પાસે ઈન્ટરમીડીયેટ લેંગ્વેજ એબીલીટી અને ત્રણ વર્ષના ફોરીન વર્કના અનુભવને કારણે તથા બે વર્ષના કેનેડામાં કામ કરવાના અનુભવને ધ્યાનમાં રાખીને એને તક મળી હતી. તેણે કેનેડામાંથી બેચલર ડીગ્રી પુરી કર્યા બાદ એકસપ્રેસ એન્ટ્રી માટે લાયક ગણવામાં આવી હતી. ર૯ વર્ષીય સિમોને ભાષાની જાણકારીનો ફાયદો મળ્યો હતો. એને કેનેડીયન એકસપીરીયન્સ કલાસ અંતર્ગત તક મળી હતી. એ રીતે જ ૩૮ વર્ષીય કેથૈરીનન પરિણીત હોવાથી એને એના ૪પ વર્ષીય પતિ સાથે કેનેડામાં રહેવા માટેની તક મળી હતી. એના પોઈન્ટસ પણ ૪૩૭ જેટલા જ હતા.