Home » Canada » હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજ દ્વારા ભક્તિસંધ્યામાં ભજનો અને દુહાઓની રમઝટ

News timeline

Gujarat
2 hours ago

જામનગરમાં દલિતો દ્વારા ચક્કાજામ, પથ્થરમારો થતા લાઠીચાર્જ

Business
2 hours ago

GSKને 40% ટેક્સનો ભય: મર્જર દ્વારા સોદો કરવા તૈયાર

Headline News
2 hours ago

ફ્રેન્ચ ઓપનના ડ્રો જાહેર : નડાલ અને સિલીક વચ્ચે સેમિ ફાઈનલની શક્યતા

Business
2 hours ago

TCSનું માર્કેટકેપ 7 લાખ કરોડને પાર

Business
2 hours ago

કેન્સલેશન ચાર્જિસ, વળતરના પ્રસ્તાવનો એરલાઇન્સ વિરોધ કરશે

Business
2 hours ago

આરકોમ એરિક્સનની વાટાઘાટ મુશ્કેલીમાં

Gujarat
3 hours ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
4 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
4 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
4 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
4 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
5 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજ દ્વારા ભક્તિસંધ્યામાં ભજનો અને દુહાઓની રમઝટ

  • હોળીના પર્વના આયોજન અંગે ચર્ચા વિચારણા કરાઈ

ઓન્ટેરિયો : ભારતથી વસંતના માહોલને માણીને પરત ફરેલા સિભ્યોની હાજરીમાં અને કેનેડાના ખુશનુમા બનતા જતા વાતાવરણમાં પ્રસન્ન ચિત્ત બનેલા વયસ્કોની હોળી-ધૂળેટી પ્રસંગને ઉજવવા પાંચમી માર્ચે હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજની મિટીંગ જસપ્રીત અને વરુણ શેઠના નિવાસસ્થાને સુધીરભાઈ શેઠ, ચીમનભાઈ હરસોરા તેમજ પ્રવિણભાઈ રૃપારેલીયા પરિવારના યજમાનપદે યોજાઈ હતી.

શરૃઆતમાં શકુંતલાબેન પંડ્યા, મીનાબેન ભટ્ટ અને કનક્લત્તા ત્રિવેદીએ સર્વેશ્વરના ગુણગાન કરતી પ્રાર્થના કરાવી હતી. પ્રમુખ રમણીકભાઈ રાચે સર્વ સભ્યોને આવકારી એચ.જી.એસ.એસ.ની મક્કમ ગતિએ થતી પ્રગતિ અને સર્વે સભ્યોના યોગદાનની સરાહના કરી, આગામી હોલિકા-ઉત્સવની શુભકામના પાઠવી હતી. સેક્રેટરી હસુબેન સ્થાનકીયાના પ્રસ્તાવે ધનસુખભાઈ કાપડીયાના માતુશ્રીના પરમધામ-ગમન નિમિત્તે સર્વ સભ્યોએ અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી, સદગતને ભાવાંજલિ આપી હતી. ત્યારબાદ તેઓએ સમાજને સરકારી સહાય પ્રાપ્ત કરવા માટે થયેલા કાર્ય-પ્રગતિ અંગે સવિસ્તાર માહિતી આપી હતી. ખપ્રમુખ રમણીકભાઈ રાચના આગ્રહવશ પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલે રમુજી ટુચકા-કાવ્ય કણિકાઓ રજુ કરી સંગીત સંધ્યાનો મ્હોલ બાંધ્યો હતો, તો બિહારીભાઇ સ્થાનકીયાએ પણ પોતાની આગવી અદાથી સભ્યોના મન હારી લીધા હતા. સરપ્રાઈઝ આઈટમ સ્વરૃપે ” હોળી હંગામા” માં નવસારી-વિસ્તારના મિત્રોએ રચેલા ” આલાપ મ્યુઝીકલ ગ્રુપ-મિસીસાગા”ના હિતેશભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, હિમાંશુભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, નરેશભાઈ પટેલ અને જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રણય-પ્રકૃતિ અને પરમેશ્વર પ્રત્યે હૃદયાંજલિ સ્વરૃપે ગીતો-ભજનો-સાખી-દુહા થકી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવી દેવાયું હતું. મીનાબેન ભટ્ટે ગત મીટીંગના હિસાબોની માહિતી આપી, સુધીરભાઈ શેઠને બર્થડે કાર્ડ અને આલાપ ગ્રુપને પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું. બેઠકમાં હોળીની ઉજવણીના આયોજન અંગે ચર્ચા થઈ હતી. સભાની સમાપ્તિમાં પ્રમુખ રમણીકભાઈ રાચ અને સેક્રેટરી હસુબેન સ્થાનાકીયાએ કાર્યક્રમમાં સહકાર આપનાર સર્વેનો હાર્દિક આભાર માન્યો હતો તેમજ આગામી મિટીંગ અને આફ્રિકન સફારી ટુર આયોજનની જરૃરિયાતોથી સહુને વાકેફ કાર્ય હતા.