Home » Canada » ગુજરાતી સિનિયર્સ સમાજ દ્વારા હોળીના પર્વની રંગોના સથવારે ઉજવણી

News timeline

Astrology
36 mins ago

આપનો આજનો દિવસ

Canada
41 mins ago

બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ કલબની માસિક સભા યોજાઈ : સંગીતના સથવારે ભજનો ગવાયા

Headline News
42 mins ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: કિંદાંબી શ્રીકાંતનો પ્રથમ રાઉન્ડમાં એકતરફી વિજય

Columns
2 hours ago

“શીઘ્રપતન” વિશે જાણવા જેવું

Columns
2 hours ago

મુંઝવણ

Columns
2 hours ago

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

Bollywood
7 hours ago

સિક્રેટ સુપરસ્ટારમાં આમિરે નવી ગાયિકાને તક આપી

Bollywood
9 hours ago

મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

Bollywood
9 hours ago

જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

Entertainment
11 hours ago

ધ કપિલ શર્મા શો’માં સિદ્ધુને જગ્યાએ જોવા મળશે અર્ચના પૂર્ણ સિંહ

Cricket
11 hours ago

કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

Entertainment
13 hours ago

સ્ટંટ વૂમનના એકિસડંટ બાદ ડેડપુલનું શુટિંગ ફરી શરૃ થયું

ગુજરાતી સિનિયર્સ સમાજ દ્વારા હોળીના પર્વની રંગોના સથવારે ઉજવણી

  • બોલીવુડના ફીલ્મી ગીતોની પ્રસ્તૃતિ સાથે સભ્યો ઝૂમી ઉઠયા : સભ્યોએ એકબીજા પર ગુલાલ ઉડાડયો

ઓન્ટેરિયો : ૫ માર્ચના રોજ વસંતને વધાવતો *હોળીના રંગ લઈને આવતો ફાગણિયો * ઉત્સવની ગુજરાતી સિનીયર્સ સમાજના ૨૭૫થી વધુ સભ્યોએ ક્લાર્કસન સેકન્ડરી સ્કૂલમાં એકબીજા ઉપર ગુલાલ ઉડાડી ઉજવણી કરી હતી. સુધાબેન પંચમતીઆ, કૈલાસબેન દેસાઈ અને મનુભાઈ પટેલે પ્રાર્થના કર્યા બાદ સુધાબેન પંચમતીઆએ કાર્યક્રમની રૃપરેખા આપી હતી. કિરીટભાઈ પટેલે સમાજ માટે અને નાના બાળકોના  રોગોના ઉપચાર માટે ફંડ એકત્ર કરવા મેગા સમાંગાલા ઈવેન્ટ્સ થનાર છે તે વિશે વિગતો આપી હતી. ત્યારબાદ ઇલાબેન દેવાણીએ હોળીના બોલીવુડ ફિલ્મી ગીતો ઉપર મ્યુઝીક સાથે એક્સરસાઈઝ કરાવી હતી. સ્ટેજ ઉપર થોડાક ભાઈ-બહેનોએ હોળી ઉત્સવને અનુરૃપ ફિલ્મી ગીતો મ્યુઝિક સાથે ગાયા હતા. સૌએ એકબીજા ઉપર પીચકારીથી રંગછાંટી, ગુલાલ ઉડાડી ધુમ મચાવી હતી. નરેન્દ્રભાઈ પરીખ અને બિપીનભાઈ પટેલે બોલીવુડ ફિલ્મી ગીતો રજૂ કર્યાં અને સિનીયર ભાઈ-બહેનો એ સંગીતના તાલે ડાન્સ સાથે ઝુમી ઉઠયા હતા.

કનુભાઈ પટેલે ઓગષ્ટ માસમાં ચાર દિવસ માટે મેન્સફિલ્ડ ઓઉટડોર કેમ્પનું આયોજન કર્યાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આપણા દેશના જે સંતો થઇ ગયા તેની આછી ઝલક વિવિધ પરિધાનમાં સજજ થઈ હાજર સભ્યોએ રજૂ કરી હતી. ત્યારબાદ માર્ચમા સમાંજે જેઓની બર્થડે આવતી હોય તેઓને સ્ટેજ ઉપર બોલાવ્યા હતા. કૈલાસબેન દેસાઈએ દરેકને બર્થ-ડે કાર્ડ અને કાર્નેશનનાં ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં સુધાબેન પંચમતીઆ લિખિત-દિગ્દર્શિત નાટિકા  * ભુલકણાં નાની * રજૂ કરવામાં આવી હતી. આ નાટિકામાં કૈલાસ દેસાઈ, રસીલાબેન ગજરીયા, અનસુયાબેન પટેલ અને મહેન્દ્રભાઈ ગોડિઆએ સુંદર અભિનય આપ્યો હતો.