Home » Canada » કિંગસ્ટન નજીક હાઈ વે નંબર ૪૦૧ ઉપર ૩૦ વાહનો ભટકાયા : એકનું મોત

News timeline

Football
45 mins ago

કન્ફડરેશન કપ : જર્મની અને ચીલી વચ્ચેની રોચક મેચ ડ્રો

Headline News
3 hours ago

શ્રીકાંત ઓસ્ટ્રેલિયન સુપર સિરિઝની સેમિ ફાઈનલમાં

Top News
4 hours ago

ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂસ્ખલન થતા 100 જણા દટાયાઃ બચાવકાર્ય ચાલુ

Bollywood
5 hours ago

હિરાનીની દત્ત ફિલ્મ માર્ચ ૨૦૧૮માં રજૂ કરાશે

Delhi
6 hours ago

મોદી અમેરિકા સહિત 3 દેશોના પ્રવાસેઃ ટ્રમ્પ સાથે લેશે વ્હાઈટ હાઉસમાં ડિનર

Football
7 hours ago

મેસી જેલની સજાને બદલે ૫.૫૮ લાખ ડોલર ચૂકવવા તૈયાર

Canada
7 hours ago

વિકસતા જતા ઇન્ટરનેટ ઉદ્યોગ પર કર લાદવાની ભલામણ ટ્ર્ડોએ ફગાવી

Breaking News
7 hours ago

મહેસાણા સબજેલના કેદીએ સંડાસમાં જઈ પોતાનું જ ગુપ્તાંગ કાપી નાંખ્યું !

Breaking News
9 hours ago

પ્રાંતિજમાં પિતાએ જ પુત્રીની હત્યા કરી લાશ ખેતરમાં દાટી

Bollywood
9 hours ago

મોડલિંગથી ખુબ જ ફાયદો થયો છે : કૃતિ સનુન

Gujarat
9 hours ago

રાજપીપળા હોટલમાં વડોદરા કોંગ્રેસના મંત્રીનો આપઘાત

World
9 hours ago

કતાર સાથે રાજકીય સંબંધો યથાવત કરવા પાડોશી દેશોએ ૧૩ શરતો મૂકી

કિંગસ્ટન નજીક હાઈ વે નંબર ૪૦૧ ઉપર ૩૦ વાહનો ભટકાયા : એકનું મોત

અકસ્માતમાં ૨૯ જણાને ગંભીર ઈજા પહોંચી : અકસ્માતગ્રસ્ત ટ્રેકટર ટ્રેઈલરોમાંથી ઝેરી રાસાયણિક કચરો રસ્તા પર ફેલાઈ ગયો

કિંગસ્ટન : શહેર નજીકથી પસાર થતા હાઈ વે નં .૪૦૧ ઉપર સર્જાયેલા એક અકસ્માતમાં ૩૦ વાહનો ભટકાયા હતા અને ર૯ને ઈજા થઈ હતી. જે પૈકીના એકનું મોત નિપજયું હતુ. કિંગસ્ટન હોસ્પિટલના જણાવ્યા મુજબ મંગળવારની બપોરે હાઈવે પર અકસ્માત થયો હોવાની જાણ થઈ હતી. એ દરમિયાન અકસ્માતગ્રસ્ત ટ્રેકટર ટ્રેઈલરોમાંથી ઝેરી રાસાયણિક કચરો રસ્તા પર ફેલાઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

ઘટનાને પગલે હેઝાર્ડસ મટીરીયલ યુનિટને બોલાવવામાં આવ્યું હતું. કેમ કે ઘટનાસ્થળે જે રાસાયણીક કચરો રસ્તા પર ફેલાયો હતો તેને કારણે નાકમાં તકલીફ થવાની શકયતા હતી, વળી એ રસાયણ કેટલું જોખમી છે એની તપાસ પણ જરૃરી હતી. લેબોરેટરીના અહેવાલ મુજબ એ રસાયણ ફલુરોસીલીસીક એસીડ તરીકે ઓળખાયું હતું. જેને કારણે લોકોને નાક અને ગળાની ખંજવાળ તથા અન્ય ચામડીના રોગો થવાની શકયતા રહે છે. ઘટના વિશે જાણકારી આપતા કોન્સ્ટેબલ સાન્દ્રા બ્રારે મીડિયાને જણાવ્યું હતું કે અકસ્માતમાં ભોગ બનેલા એક વાહનમાંથી કેમીકલનું ગળતર થતું હતું. ઘટનાને પગલે હાઈવે પર બંને તરફનો ટ્રાફિક અટકાવી દેવાયો હતો અને જે વાહનો હતા એને ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.