Home » Canada » કેનેડામાં એકસપ્રેસ એન્ટ્રી માટે સીઆરએસમાં જુનથી ફેરફાર થશે

News timeline

Top News
22 mins ago

ગાઝા સરહદ ફરી ધણધણી, ઇઝરાયલે તોડી પાડી 25 મિસાઇલો

Bollywood
1 hour ago

મેં ફિલ્મોને નહીં, ફિલ્મોએ મને પસંદ કરી : કલ્કિ કોચલિન

Bangalore
2 hours ago

પંજાબ નેશનલ બેન્ક ગોટાળોઃ કુલ મળીને 54 કર્મચારીઓની સંડોવણી

Business
3 hours ago

Stock Market : બેંક, કન્ઝુમર ડ્યુરેબલ અને ફાર્મા સેક્ટર અપ

Gujarat
3 hours ago

રાજકોટનાં ૮ વેપારીઓ સાથે જેતપુરની પેઢીની ૨ કરોડની ઠગાઈ

Business
4 hours ago

XUV, કમ્પાસ વચ્ચે હરીફાઇ જામશે

Breaking News
4 hours ago

સપ્ટેમ્બર સુધીમાં અલ-નિનો ફેક્ટરની શક્યતા

Gujarat
4 hours ago

રાજુલા, જાફરાબાદ તાલુકા પંચાયતો ભાજપ પાસેથી ખૂંચવી

Bollywood
5 hours ago

હું હંમેશથી એન્ટરટેઇનર બનવા માંગતી હતી : જેકલીન

Business
5 hours ago

વરસાદ ખેંચાતાં ચણા સહિત વિવિધ કઠોળના ભાવ વધ્યા

Ahmedabad
5 hours ago

ધંધુકા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું સંખ્યાબળ હોવા છતાં સુપડા સાફ

Business
6 hours ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

કેનેડામાં એકસપ્રેસ એન્ટ્રી માટે સીઆરએસમાં જુનથી ફેરફાર થશે

  • ગણતરીમાં ફ્રેન્ચ બોલી શકનારા ઉમેદવારોને વધારાના પોઈન્ટસ મળશે

ઓન્ટેરિયો : કેનેડાના ઈમીગ્રેશન, રેફયુજીસ એન્ડ સીટીઝનશીપ વિભાગે કરેલી જાહેરાત મુજબ હવે ૬ઠી જુન ર૦૧૭ બાદ એકસપ્રેસ એન્ટ્રી માટેના સીઆરએસની ગણતરીમાં ફ્રેન્ચ બોલી શકનારા ઉમેદવારોને વધારાના પોઈન્ટસ મળશે અને એમના પરિવાર સાથે કેનેડામાં કાયમી વસવાટની પરવાનગી મેળવવી એમને માટે વધુ સરળ બનશે. વધારામાં તેઓ કેનેડાની જોબ બેંકમાં પણ સ્વૈચ્છિક રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ ફેરફારનો અમલ જુન બાદ થનારા ડ્રોમાં થશે. એ પહેલાના ડ્રો રાબેતા મુજબ થશે.

સીઆરએસમાં સુધારાની શરૃઆત ગયા નવેમ્બરથી થઈ હતી. જયારે નોકરી માટેની લાયકાત માટેના પોઈન્ટસનું પ્રમાણ ૬૦૦ હતુ એને ઘટાડવાની શરૃઆત થઈ હતી. એમાં કેનેડામાં શિક્ષણ મેળવનારાઓને વધારાના પોઈન્ટસ આપવામાં આવ્યા હતા. ર૦૧પમા આ એકસપ્રેસ એન્ટ્રી શરૃ કરવામાં આવી ત્યારથી ર૦૧૬ના નવેમ્બર સુધી કોઈ ફેરફાર કરાયો નહોતો. ર૦૧૭ના પહેલા ત્રણ માસમાં ઉમેદવારોની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં ઘણો વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે કુલ ૯૪૬પ ઉમેદવારોને તક મળી હતી. આ સિસ્ટમ શરૃ થયા બાદ કુલ ૪૩૦૦૦ ઈમીગ્રન્ટસને કેનેડામાં પ્રવેશ મળી ચૂકયો છે. કુલ ૯૦૦૦૦ને કાયમી વસવાટ માટેની અરજી કરવાની તક મળી હતી. નવા સુધારાથી ફ્રેન્ચ બોલી શકનારા ઉમેદવારના સીઆરએસમાં ૩૦ પોઈન્ટનો વધારો થઈ શકશે.