Home » Canada » ટ્રમ્પની નીતિ બાદ ભારતીયો કેનેડા, આયરલેન્ડ તરફ વળ્યા

News timeline

Ahmedabad
9 mins ago

નવા સમિકરણોને લીધે કોંગ્રેસમાં ટિકીટ માટે પડાપડી

Delhi
43 mins ago

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયના રૂમ નંબર 242માં આગ લાગી

Ahmedabad
1 hour ago

ગુજરાતમાં ભાજપ સરકાર વિરૃધ્ધ જનઆક્રોશ, દાવેદારો મૂંઝવણમાં

Gandhinagar
2 hours ago

-વિધાનસભાની ચૂંટણીમાં વંશવાદ હારશે અને વિકાસવાદ જીતશે- મોદી

Gujarat
3 hours ago

કોંગ્રેસે સિધ્ધપુર તાલુકા પંચાયત પ્રમુખને સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા

India
7 hours ago

લુધિયાનામાં RSS નેતાની ખુલ્લેઆમ હત્યા

Top News
7 hours ago

સ્પેનના જંગલોમાં આગ ફાટી નીકળતા બેના મોત

Top News
7 hours ago

સોમાલિયા બ્લાસ્ટ : મોતનો આંકડો વધી ૩૦૦ થઇ ગયો

Bollywood
11 hours ago

ઇશા બોલ્ડ અને સેક્સી સ્ટાર તરીકેની છાપથી હેરાન નથી

Bollywood
13 hours ago

રિતિક રોશન વાણી કપુરની સાથે રોમાન્સ કરશે

Bollywood
15 hours ago

રેસ-૩ ફિલ્મમાં બોલ્ડ સીન કરવાનો સલમાનનો ઇન્કાર

Bollywood
17 hours ago

અનિલ કપુર અને સોનમ કપુર એકસાથે નજરે પડશે

ટ્રમ્પની નીતિ બાદ ભારતીયો કેનેડા, આયરલેન્ડ તરફ વળ્યા

વૉશિગ્ટન , તા.૧૧ :  અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વીઝા કટૌતી નીતિને પગલે હવે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા, આર્યલેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તરફ વળ્યા છે કે જયાં હાયર એજયુકેશનની સંભાવનાઓ વ્યાપક પ્રવર્તી રહી છે. વિદ્યાર્થીઓના વાલીઓ પણ લાખો રૃપિયા ખર્ચીને તેમના સંતાનોને સલામત અને નિશ્ચિંતતાભર્યુ શિક્ષણ અપાવવાનું ઉચિત માની રહ્યા છે. ટ્રમ્પના આ નિર્ણયના કારણે અમેરિકાની છબીને અસર પહોંચી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. રાહુલ કોહલી અમેરિકાની મીશીગન ટેકનોલોજીકલ યુનિર્વિસટીમાંથી ડેટા સાયન્સની માસ્ટર ડિગ્રી પૂરી કરવાની તૈયારીમાં હતો અને આ માટે તેણે રૃ.૨૭ લાખની સ્ટુડન્ટ લોન પણ લીધી હતી. પરંતુ ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનતાં તેમણે વર્ક વીઝામાં પણ કાપ મૂકી દીધો. જેને પગલે રાહુલે હવે અમેરિકા જવાને બદલે આયરલેન્ડની ડબલિન યુનિર્વિસટીઔ તરફ ડગ માંડયા છે કે જયાં અમેરિકાની સરખામણીએ લગભગ અડધો જ ખર્ચ થાય છે.

પોતાના શૈક્ષણિક અભ્યાસ પૂર્ણ થયા બાદ રાહુલ આયરલેન્ડમાં જ કામ કરવાની ઇચ્છા વ્યકત કરી રહ્યો છે. આ જ પ્રકારે ૨૭ વર્ષના કન્સલ્ટન્ટ રોહિત માધવના માતા-પિતા  પણ તાજેતરમાં જ અમેરિકામાં ભારતીયો પર થયેલા વંશીય હુમલા બાદ ચિંતિંત બન્યા છે. જેથી હવે તેઓ તેમના પુત્રના હાયર એજયુકેશન માટે અમેરિકાના બદલે કેનેડા, ન્યુઝીલેન્ડ સહિતના સંસ્થાનોમાં શકયતાઓ ચકાસી રહ્યા છે. આ પ્રકારના ઉદાહરણો બાદ અમેરિકાની કેટલીક યુનિર્વિસટીઓમાં પ્રવેશ માટે ભારતીય વિદ્યાર્થીઓના એનરોલમેન્ટમાં ભારે કમી આવી છે. મુંબઇનો માધવ કહે છે કે, અમેરિકાના હાલના વંશીય હુમલાઓ બાદ ત્યાં ભારતીય લોકોમાં દહેશતનો માહોલ છે. તેણે એ વાત સ્વીકારી કે, જો તે પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ અમેરિકામાં જ રહી નોકરી કરે તો, તે તેની લોન માત્ર બેથી ત્રણ વર્ષના ગાળામાં જ પૂરી કરી શકે, જયારે જો તે ભારતમાં આવી નોકરી કરે તો, તેને લોન ચૂકવણી કરવામાં ઓછામાં ઓછા આઠ વર્ષ લાગી જાય. આઇટીઆઇ મદ્રાસમાં અભ્યાસ કરતાં અક્ષયકુમારનું કહેવું છે કે, હાલ કૈંજસમાં ભારતીય એન્જિનીયર પર હુમલા બાદ તેના માતા-પિતા તેને અમેરિકા આગળના અભ્યાસ કે નોકરી માટે મોકલવા તૈયાર નથી. મુંબઇમાં સ્ટુડન્ટ એડવાઇઝરી ર્સિવસ ચલાવતાં કરણ ગુપ્તાનું માનવું છે કે, હાલના સમયમાં લોકોના મનમાં અમેરિકાની એવી છબી બની ગઇ છે કે, ત્યાં એક વંશીય સમાજ છે.