Home » Canada » વિમી રીજની શતાબ્દી ઉજવવા ફ્રાન્સમાં હજારો કેનેડીયનો એકત્ર થયા

News timeline

Gujarat
1 min ago

અંબાજીમાં ૩૧મીથી શરૃ થનારા ભાદરવી મહાકુંભની તૈયારી

Canada
4 mins ago

કેનેડિયન ઈન્ડિયન એસોસિયેસન દ્વારા ૭૧માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી

Football
4 mins ago

નેમાર બાદ મેસી પણ બાર્સેલોના ક્લબ છોડે તેવી શક્યતા

Bollywood
2 hours ago

બરેલી કી બરફી બોક્સ ઓફિસ પર સફળ

Gandhinagar
4 hours ago

ગુજરાતમાં અડદ, તુવેરનું વાવેતર ઓછું થયું

Headline News
4 hours ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિંધુનો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

Canada
4 hours ago

ગુજરાતી સિનીયર્સ દ્વારા ૧૦ દિવસની ઈસ્ટ કોસ્ટ ટુર યોજાઈ

Gujarat
5 hours ago

રાજકોટ માર્કેટયાર્ડમાં હડતાળ, ૧૦ કરોડનું ટર્નઓવર અટક્યું

India
6 hours ago

ઈન્ડિગોના એરબસ-એ-૩૨૦ નિયો વિમાનોના એન્જીનમાં ગંભીર ક્ષતિ

India
6 hours ago

મોટરમેનની સતર્કતાને લીધે કલ્યાણમાં બે ટ્રેન વચ્ચે ટક્કર થતાં રહી ગઈ

Delhi
6 hours ago

રેલવે દુર્ઘટનાઓના પગલે રેલમંત્રી સુરેશ પ્રભુનો રાજીનામાનો પ્રસ્તાવ

Gujarat
6 hours ago

ફ્રાન્સ અને જર્મનીના ૯ વિદ્યાર્થીઓ એમએસયુમાં ભણવા આવ્યા

વિમી રીજની શતાબ્દી ઉજવવા ફ્રાન્સમાં હજારો કેનેડીયનો એકત્ર થયા

  • ૧૦૦ વર્ષ પહેલા ચાર દિવસ ચાલેલા યુધ્ધમાં ૩૬૦૦ સૈનિકોના મૃત્યુ થયા હતા

ઓન્ટેરિયો : રવિવારે ફ્રાન્સના વીમી રીજ ખાતે સો વર્ષ પહેલાના યુધ્ધની યાદમાં હજારો કેનેડીયનો એકત્ર થયા હતા. ૧૦૦ વર્ષ પૂર્વે નવમી એપ્રિલની આ સવારે ત્યાંનુ દ્દશ્ય કંઈક એવું હતું કે ભયાનક યુધ્ધ સર્જાયુ હતુ અને રવિવારે મોટા ટોળા પર ગોળીબારો થતા હતા. લોકોએ જીવ બચાવવા આમતેમ ભાગવું પડયું હતું. ચાર દિવસ ચાલેલા આ યુધ્ધમાં તે સમયે ૩૬૦૦ સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો અને અંદાજે સાત હજાર લોકો ઘાયલ થયા હતા. તેમ છતાં કેનેડીયન સૈન્યએ વીમી રીજ પર વિજય મેળવ્યો હતો. એની યાદમાં ત્યાં એક સ્મારક બનાવવામાં આવ્યુ છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ ઉજવણી માટે એકત્ર થયેલા કેનેડીયનોને સંબોધન કરતા ફ્રેન્ચમાં કહ્યું હતું કે આજના દિવસ અને એ દિવસ વચ્ચે એક સામ્ય છે. ત્યારે પણ કેનેડીયનો એક થઈને સાથે ઉભા હતા અને આજે પણ એ રીતે જ એક થઈને સાથે ઉભા રહ્યા છે. તે સમયે બ્રિટીશ અને ફ્રેન્ચ સૈન્યએ વીમી રીજને જીતી શકયા નહોતા. કેનેડીયન સૈન્ય માટે એ ખૂબ મોટો વિજય હતો. એ યુધ્ધમાં કેનેડીયન સૈન્યએ નવી પધ્ધતિ અપનાવીને જીત હાંસલ કરી હતી. બ્રિટીશ મોનાર્ચરીનું પ્રતિનિધિત્વ કરનારા પ્રિન્સ ચાર્લ્સે પણ એ પ્રસંગે કહ્યું હતું કે કેનેડીયન ઈતિહાસમાં એ યુધ્ધ ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે.ઉજવણી માટે કેનેડાના જુદા જુદા વિસ્તારોમાંથી લોકો આવ્યા હતા.