Home » Canada » ર૦ર૬ના ફીફા વર્લ્ડકપ માટે કેનેડા, મેકસસીકો અને અમેરીકાની સહિયારી બીડ

News timeline

Astrology
30 mins ago

આપનો આજનો દિવસ

Canada
35 mins ago

બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ કલબની માસિક સભા યોજાઈ : સંગીતના સથવારે ભજનો ગવાયા

Headline News
36 mins ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: કિંદાંબી શ્રીકાંતનો પ્રથમ રાઉન્ડમાં એકતરફી વિજય

Columns
2 hours ago

“શીઘ્રપતન” વિશે જાણવા જેવું

Columns
2 hours ago

મુંઝવણ

Columns
2 hours ago

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

Bollywood
7 hours ago

સિક્રેટ સુપરસ્ટારમાં આમિરે નવી ગાયિકાને તક આપી

Bollywood
9 hours ago

મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

Bollywood
9 hours ago

જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

Entertainment
11 hours ago

ધ કપિલ શર્મા શો’માં સિદ્ધુને જગ્યાએ જોવા મળશે અર્ચના પૂર્ણ સિંહ

Cricket
11 hours ago

કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

Entertainment
13 hours ago

સ્ટંટ વૂમનના એકિસડંટ બાદ ડેડપુલનું શુટિંગ ફરી શરૃ થયું

ર૦ર૬ના ફીફા વર્લ્ડકપ માટે કેનેડા, મેકસસીકો અને અમેરીકાની સહિયારી બીડ

  • ફીફાએ પણ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા દેશોની સંખ્યા વધારવા તૈયારી દર્શાવી હતી

ઓન્ટેરિયો : કેનેડાના વિકટર મોન્ટાગિલાનીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. હવે ફીફાના વાઈસ પ્રેસીડેન્ટ અને સીઓએનસીએસીએએફના પ્રેસીડેન્ટ ફૂટબોલના સૌથી મોટા અવસરને કેનેડા લાવવા માંગે છે. અમેરીકા અને મેકસીકોના ફૂટબોલ અધિકારીઓ સાથે મળીને કેનેડાએ એક પત્રકાર પરીષદ સોમવારે ન્યુયોર્કમાં યોજી હતી. જેમાં તેમણે ફીફા વર્લ્ડકપ-ર૦ર૬ માટે સહિયારી બીડ વિશે જાહેરાત કરી હતી. સુત્રોના જણાવ્યા મુજબ જે અખબારી યાદી જાહેર કરાઈ છે તેમાં ફૂટબોલ સંસ્થાના વડાઓએ આ વાતને ઐતિહાસિક ગણાવી હતી. કેનેડીયન ફૂટબોલ એસોસીએશનના વિદાય લઈ રહેલા પ્રેસીડેન્ટ મોન્ટનગિલાની છેલ્લા ઘણા સમયથી આની તૈયારી કરી રહ્યા હતા અને કોન્ફેડરેશન સાથે આવી સહિયારી બીડની શકયતાઓની ચર્ચા પણ ચાલી રહી હતી. ફીફાએ પણ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા દેશોની સંખ્યા વધારવા તૈયારી દર્શાવી હતી. જે મુજબ હવે ૩ર ટીમોને બદલે ૪૮ ટીમો રમશે. ર૦૧૮નો મેન્સ વર્લ્ડકપ રશિયામાં રમાશે અને ર૦રરનો વર્લ્ડકપ કતારમાં રમાશે. એટલે ર૦ર૬નો વર્લ્ડકપ કેનેડામાં સહીયારી બીડથી લાવવાના પ્રયાસો ચાલી રહયા છે. ર૦૧પમાં કેનેડાએ મહિલા ફૂટબોલની વર્લ્ડકપનું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું. એ રીતે જ ૧૯૭૦ અને ૧૯૮૬માં મેકસીકોએ વર્લ્ડ કપનું આયોજન કર્યું હતુ અને અમેરીકાએ પણ ૧૯૯૪માં આયોજન કર્યુ હોવાથી આ ત્રણે દેશો સહિયારી રીતે આયોજન કરવા તૈયાર થાય તો ર૦ર૬નો વર્લ્ડકપ યાદગાર બની શકશે.