Home » Canada » ભારત યાત્રાને કારણે પીએમ જસ્ટિન ટ્રુડોને રાજકીય નુકસાન સંભવ : સરવે

News timeline

Delhi
5 hours ago

પઠાણકોટ એરબેઝ પાસે સેનાના પહેરવેશમાં હથિયારબંધ 3 શંકાસ્પદ લોકો જોવા મળ્યા

Delhi
6 hours ago

ગરીબી સમજવા મારે પુસ્તક વાંચવાની જરૃર નથી, હું ગરીબીમાં ઉછર્યો છું : મોદી

India
6 hours ago

મુંબઇમાં જ્વેલર્સની દુકાનોમાં અખાત્રીજની ખરીદી શુકન પૂરતી સિમિત રહી

Delhi
6 hours ago

નોટબંધીનું ભુત મોદી સરકારને શોધવા ફરી જાગૃત થઇ ગયુ છે : ચિદમ્બરમ

Delhi
7 hours ago

મોદી મને મૌન તોડવાનું કહેતા, હવે આ સલાહનું અનુસરણ તેમણે કરવું જોઈએ: મનમોહન

India
7 hours ago

સિમલા નજીકના ગામમાં ભીષણ આગ : ૫૦ ઘર ખાક

Bangalore
7 hours ago

કઠુઆની ઘટના અત્યંત શરમજનક, બાળકો, મહિલાઓની સુરક્ષાની જવાબદારી સમાજની : કોવિંદ

India
7 hours ago

મ.પ્રદેશમાં જાનૈયાની મીની ટ્રક સોન નદીમાં પડતા ૨૧નાં મોત, આઠ ઘાયલ

Breaking News
20 hours ago

જસદણ નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ દ્વારા રાજીનામા

Ahmedabad
21 hours ago

હિંદુઓની લાશ ઉપર સત્તા મેળવનારા નરેન્દ્રભાઇએ વિશ્વાસઘાત કર્યો છે: તોગડિયા

Ahmedabad
23 hours ago

સુરત, નર્મદા અને તાપી જિલ્લામાં ત્રણ સફારી પાર્ક વિકસાવાશે

Gujarat
1 day ago

અમિત, સુમિત અને સુરેશ ભટનાગરની રાજસ્થાનથી ધરપકડ

ભારત યાત્રાને કારણે પીએમ જસ્ટિન ટ્રુડોને રાજકીય નુકસાન સંભવ : સરવે

  • ચૂંટણી યોજાય તો ૩૭ ટકા લોકોએ લિબરલ, ૩૩ ટકા કન્ઝર્વેટીવ અને ૧૮ ટકા લોકો એનડીપીની તરફેણમાં રહેશે

ઓન્ટેરિયો : એક નવા મતદાન અનુસાર વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમની લિબરલ પાર્ટી ૨૦૧૫ની ચૂંટણીથી તેના સૌથી નીચા તબક્કામાં છે અને તેની તાજેતરની ભારતની યાત્રા તેમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે છે. એબાકસ ડેટાની બુધવારે પ્રકાશિત થયેલા તાજેતરના એક સરવેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે જો આવતીકાલે મતદાન યોજાય તો તેઓ કયાં પક્ષને મતદાન કરશે. આ સવાલના જવાબમાં ૩૭% લોકોએ જણાવ્યું હતું કે તેઓ લિબરલ્સને મત આપશે, ૩૩% લોકોએ કન્ઝર્વેટીવની પસંદગી કરશે. અને ૧૮% લોકોએ જણાવ્યું હતું કે, તેઓ એનડીપી માટે મતદાન કરશે. એબાકસે જોયું કે કેનેડામાં ટુડોની છાપની સાથે સાથે દેશ જે દિશામાં જઈ રહ્યો છે તેમાં અને સરકારના પ્રદર્શનથી લોકોના સંતોષમાં ઘટાડો થયો છે. એબાકસે કહ્યું હતું કે કન્ઝર્વેટિવ લીડર એન્ડ્રુ શીર અને એનડીપી નેતા જગમીતસિંહની છાપમાં કોઈ ફેરફાર જોવા નથી મળ્યો, જે સૂચવે છે કે આ લિબરલ્સ દ્વારા સ્વયં નિર્મિત છે અને કોઈ પણ વિરોધીઓના રાજકીય પ્રહારથી નથી.

પરંતુ ટુડોના સમર્થન ભારે ઘટાડાનું મુખ્ય કારણ કેનેડાના લોકોની દ્રષ્ટિએ તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે કેનેડાનું પ્રતિનિધિત્વ જે રીતે કર્યું તે હતું. કેનેડામાંથી ૨૮% લોકોએ કહ્યું કે તેઓ તે વિભાગમાં સારું કામ કરી રહ્યા છે, જ્યારે ૩૭% લોકોએ એમ માન્યું કે તેમની કામગીરી ખરાબ છે. તે ઓક્ટોબર ૨૦૧૭થી એક મોટો ફેરફાર છે. જ્યારે ૫૩% લોકોએ કહ્યું કે તેઓ વિશ્વમાં કેનેડાનું પ્રતિનિધિત્વ કરવા માટે સારું કામ કરી રહ્યા છે. મતદાનના પરિણામો ટ્રુડોની આઠ દિવસની ભારતની યાત્રાના નિષ્કર્ષ બાદ બે અઠવાડિયા કરતાં ઓછા સમયમાં આવ્યાં હતા.

પ્રધાનમંત્રી તરીકે તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત હોવા છતાં, એક વેપાર સોદાનો ફાયદો ઉઠાવ્યો હતો જે જોશે કે ભારતીય કંપનીઓ કેનેડામાં ૨૫૦ મિલિયન ડોલરનું રોકાણ કરશે. મીડિયાના અહેવાલ બાદ આ યાત્રા વિવાદીત બની હતી, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રીના કાર્યક્રમની બે ઘટનાઓમાં એક નિષ્ફળ હત્યારાને આમંત્રણ આપવામાં આવ્યું હતું તે હતી.