Home » Canada » બ્રામ્પ્ટન ગરવી ગુજરાત સિનિયર્સ પરિવારની મિટિંગ : સાંસ્કૃતિક કાર્યક્રમે રંગત જમાવી

News timeline

Gujarat
29 mins ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
2 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
2 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
2 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
2 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
3 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

Bangalore
4 hours ago

કુમારસ્વામીએ વિશ્વાસમત જીતી લીધો : ડ્રામેબાજીનો આખરે અંત

Chennai
4 hours ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જારી : લોકોમાં ભારે રોષ

Breaking News
5 hours ago

સુરત: નેશનલ વોલીબોલ ખેલાડીનું હોસ્પિટલમાં શંકાસ્પદ મોત

World
5 hours ago

ઉ.કોરિયાએ વચન નિભાવ્યું : પરમાણુ પરીક્ષણ કેન્દ્ર વિસ્ફોટોથી ઉડાવી દીધું

Bhuj
6 hours ago

ભુજમાં 20 દિવસમાં 26 બાળકોના મોત, કલેકટર દ્વારા તપાસના આદેશ

Breaking News
8 hours ago

ખાંભા પાસે મિતિયાણા અભયારણ્યમાં ભીષણ આગ

બ્રામ્પ્ટન ગરવી ગુજરાત સિનિયર્સ પરિવારની મિટિંગ : સાંસ્કૃતિક કાર્યક્રમે રંગત જમાવી

  • સભ્યોએ જોક્સ, ફિલ્મીગીતો અને ભજનનો આનંદ માણ્યો 

બ્રામ્પ્ટન : ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર બ્રામ્પ્ટનની મિટિંગ ભવાનીશંકર મંદિરના સાંસ્કૃતિક હોલમાં તારીખ ૨૮/૦૪/૨૦૧૮ના રોજ બપોરે ૨ વાગ્યે બેઠક મળી હતી. જેમાં આશરે ૪૦૦ જેટલા સભ્યો હાજર રહ્યા હતા. સભાની શરૃઆત કેનેડા અને ભારતના રાષ્ટ્રગીત તેમજ ગણેશ વંદના સાથે કરાઈ હતી. શરૃઆતમાં ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ અમીને સૌનું સ્વાગત કર્યા બાદ ૧૭ જૂનના રોજ બોયડ પાર્ક ખાતે પરિવાર દ્વારા રાખવામાં આવેલી પીકનીક વિષે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ પરિવારના મંત્રી ભુપેન્દ્રભાઈ ભટ્ટ દ્વારા પિકનિક તેમજ લકી ડ્રો વિષે વિસ્તૃત જાણકારી તેમજ કેટલીક અગત્યની સૂચના અપાઈ હતી. તેમણે એપ્રિલ ૨૦૧૬થી આજ સુધી પરિવારને કોઈપણ પ્રકારે મદદરૃપ થનાર તમામનો આભાર માન્યો હતો. તે પછી કાર્યક્રમના સ્પોન્સર પુરુષોત્તમ જાહત અને કમલ ભારદ્વાજ ( ન્ર્ંજ હ્લેહીટ્વિઙ્મ ટ્વહઙ્ઘ ઝ્રિીદ્બટ્વંર્ૈહ ઝ્રીહંીિ )નું સ્વાગત પ્રમુખ વિક્રમભાઈ પટેલ તેમજ મંત્રી ભટ્ટભાઈ દ્વારા કરાયું હતુ. પુરુષોત્તમજીએ તેમના સંબોધનમાં કોઈના આકસ્મિક નિધન પછી પરિવારને પડતી મુશ્કેલીઓ અને તે માટે શું કરવું જોઈએ તે વિષે માહિતી આપી હતી.

વિક્રમભાઈએ બે વર્ષ દરમિયાન પરિવારને આર્થિક રીતે મદદ કરનાર સર્વે સ્પોન્સર તેમજ શિલ્પેશ પરીખ, લલિત સોની તેમજ લલિતભાઈ ઠાકરનો પરિવારને મદદરૃપ થવા બદલ આભાર માન્યો હતો. પરિવારના ખજાનચી રમેશભાઈએ પરિવારનો એપ્રિલ ૨૦૧૬થી ડિસેમ્બર ૨૦૧૭ સુધીનો ખર્ચ અને આવકનો હિસાબ રજુ કર્યો હતો. રમેશભાઈએ સભ્યોએ પરિવારને કરેલી આર્થિક મદદ માટે તેમનો આભાર માન્યો હતો. અરુણભાઈ દવેએ સંકલન કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમની શરૃઆત શર્મિષ્ઠાબેન અને ગ્રુપ દ્વારા સુંદર ભજનથી કરાઈ હતી. મિનલબેન મીસ્ત્રીની હેલ્થ ટિપ્સ, સુરેશભાઈ ગાંધીના જોક્સ તેમજ ગીત, ઉર્મિલાબેન શાહનું ભજન સૌએ મન ભરી માણ્યા હતા.

પરિવારના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રથમ વખતભાગ લેનાર નરેન્દ્ર શાહનું ‘ મૈં શાયર તો નહિ ‘ ગીત તેમજ  દિલીપ પાઠકનું ‘પુકારતા ચાલ હું મૈ’ ગીત બહુ જ સુંદર રહ્યું. સભ્યોએ નવા ગાયકોને તાળીઓથી વધાવી લીધા હતા. અરુણભાઈ દવેનું ગીત, દિપીકાબેન પાઠકની કેનેડામાં રહેતા ભારતીય પરિવારની જિંદગી પર સુંદર રજુઆત, જ્યોતિબેન અને ટીમનો સાસુ વહુના પરિવારીક સંબંધો પરનું હળવી શૈલીનું નાટય રૃપાંતર, હર્ષાબેન શાહનું ગીત તેમજ એવર ગ્રીન વર્ષ શાહ અને અરુણ ભટ્ટનું ‘ચાલ સન્યાસી મંદિર મેં ‘ પરનું લાજવાબ પર્ફોર્મન્સએ સૌને આનંદ વિભોર કરી દીધા હતા. ત્યારબાદ સ્પોન્સર વિજયભાઈ પટેલનુ સન્માન મંજુલાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ જન્મતિથિ તેમજ લગ્નતિથિ જે સભ્યોની એપ્રિલ માસમાં હતી તેઓને સ્ટેજ પર બોલાવી શૂભેચ્છા પાઠવાઈ હતી.