Home » Canada » સરહદની ચોકીઓ પર ઇમિગ્રેશન પ્રતિબંધો સાથે ‘ફ્લેગપોલીંગ’ને અટકાવવા કવાયત

News timeline

Ahmedabad
6 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
56 mins ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
1 hour ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
3 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

સરહદની ચોકીઓ પર ઇમિગ્રેશન પ્રતિબંધો સાથે ‘ફ્લેગપોલીંગ’ને અટકાવવા કવાયત

  • કેનેડામાં વસતાં કામચલાઉ નિવાસીઓની મુશ્કેલી વધી જશે

ઓન્ટેરિયો : સરહદ અમલીકરણ અધિકારીઓએ ધીમે ધીમે અને શાંતિથી દક્ષિણ ઓન્ટેરિઓ અને ક્યૂબેકમાં પ્રવેશવાના જમીની બંદરો પર તેમના કાયમી નિવાસી દરજ્જાની અને તેની પ્રક્રિયા તથા અભ્યાસ પરમિટોને માન્ય કરાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. દેશની સરહદે ઇમીગ્રેશન સેવાને મર્યાદિત કરવાના પગલે કેનેડામાં વસતાં કામચલાઉ નિવાસીઓની ઉપર આફત તૂટી પડી છે. જે થોડા સમય માટે અમેરિકાની મુસાફરી કરી પાછા પાછા ફરીને તેમનું સ્ટેટસ તાત્કાલિક મેળવવા અથવા રીન્યુ કરવાનો પ્રયાસ કરે છે. લાંબા સમયથી ચાલતી એક પ્રથા જેને ફ્લેગપોલીંગ તરીકે ઓળખવામાં આવે છે, તે અરજદારોને ફ્લેગપોલ્સ પર ઝડપી યુ-ટર્ન લેવાનું પ્રતીક છે. છેલ્લાં ઉનાળામાં શરૃ થયેલા એક પાયલોટ પ્રોગ્રામ હેઠળ, કેનેડા બોર્ડર સર્વિસિસ એજન્સીએ (સીબીએસએ) રેન્બો, ક્વિનસ્ટન-લ્યુઇસ્ટન અને પીસ બ્રીજ ખાતે દર અઠવાડિયે મંગળવાર, બુધવાર અને ગુરુવારે ફ્લેગપોલીંગને પ્રતિબંધિત કરવાની શરૃઆત કરી છે. તે પછી ક્યૂબેકમાં પ્રવેશવાના લાકોલે અને સેંટ-આર્મન્ડ પોર્ટ સુધી વિસ્તારવામાં આવ્યું છે. કેનેડિયન બાર એસોસિએશનના ઇમિગ્રેશન વિભાગના અધ્યક્ષ બાર્બરા જો કારુસોએ જણાવ્યું હતું કે, આ ગેરકાનૂની છે કારણ કે, કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે જે સીબીએસએને પરમિટો અને લેન્ડિંગ દસ્તાવેજો માટે આ કાર્યક્રમોની પ્રક્રિયાને નકારવા માટે અધિકૃત કરે છે.

અમે પ્રશંસા કરીએ છીએ કે, સીબીએસએ પાસે ૯૦ અલગ અલગ કાયદાઓ છે જેના પર તેમને ન્યાયસંગત નિર્ણય લેવાની જરૃર છે. તેમની પાસે  કામ કરવા માટે ડ્રગ્સ અને બંદૂકોનો વિષય છે અને ઇમિગ્રેશન પણ એક અલગ વિષય છે. પરંતુ આ લોકો કેનેડિયન કરદાતાઓ છે અને તેમને સેવાઓ નકારવામાં આવી રહી છે. કારુસુએ જણાવ્યું હતું કે, બાર એસોસિએશનના સભ્યોને ફેરફારો વિશે સૂચિત કરવામાં આવ્યા હોવા છતાં, કોઈ જાહેર નોટિસ જારી કરવામાં આવી નથી અને સરહદ એજન્સીની વેબસાઇટમાં પાઇલોટ વિશે કોઈ ચેતવણી આપવામાં આવી નથી. તેણીએ જણાવ્યું હતું કે અમને લાગે છે કે, આ ધ્યાનચૂક ઈરાદાપૂર્વકનું પગલું છે કારણ કે અન્યથા પોસ્ટ કરવા માટે પ્રક્રિયાને પ્રકાશિત કરવી પડે છે જે નિયમોની વિરુદ્ધ છે. ફ્લેગપોલિંગ કેનેડામાં પહેલેથી જ રહેતાં લોકો માટે કેનેડિયન ઇમિગ્રેશન દરજ્જો મેળવવા અને માન્યતા પ્રાપ્ત કરવા માટે પસંદીગીનો રસ્તો છે. સરહદ એજન્સીએ જણાવ્યું હતું કે શુક્રવારથી સોમવાર સુધી ફ્લેગપોલના કિસ્સાઓને કારણે પ્રવેશવાના ભૂમિ બંદરો પર ઉચ્ચ માત્રા અને અત્યંત રાહ જોવાના સમયને ઘટાડવાં માટે તેને ફ્લેગપોલીંગ પાઇલોટ પ્રોજેક્ટને અપનાવ્યો છે.